આંદોલન:ગાંધીનગરમાં ટીબી વિભાગના 18 કર્મી ઘેરાવ પ્રદર્શનમાં જશે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યભરના કર્મચારીઓનું આજથી અચોક્કસ આંદોલન

ગુજરાત RNTCP કરારબદ્ધ કર્મચારી સંઘના જણાવ્યાનુસાર સમગ્ર ગુજરાતનાં TB વિભાગનાં કરારબદ્ધ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને 19 સપ્ટેમ્બરથી ગાંધી ચીધ્યા માર્ગે તમામ કામગીરી સ્થગિત સહ અહિંસક આંદોલન ચલાવી રહ્યાં છે અને સાથે જાહેર આરોગ્ય અને જાહેર હિતાર્થે સમાધાનકારી ઉકેલ લાવવા મંત્રણા બેઠક, સમાધાનકારી વલણ સહ ઉકેલ લાવવા વિનંતી –પ્રયત્નો કરતા રહ્યા છે પરંતુ સરકાર તેમની માગ નહીં સ્વીકારી જાહેર આરોગ્ય પરત્વે ગંભીર બેદરકારી સેવી TB જેવા ગંભીર રોગની સમસ્યા નાથવામાં પાયાના કર્મીઓને ઉગ્ર આંદોલન તરફ વાળવામાં આવ્યા છે.

પોતાની પડતર માંગનાં અવાજને સરકારના કાને પહોંચાડવા TB વિભાગનાં કરારી કર્મીઓ શહિદ ભગતસિંહનાં માર્ગ 11 ઓકટોબરથી અચોકકસ મુદત સુધી ગાંધીનગરની કચેરીએ જઇ આંદોલન-કેન્ડલમાર્ચ-કચેરી ઘેરાવ-ધરણા પ્રદર્શન-ઉપવાસ આંદોલન સહિતના ઉગ્ર આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં નવસારી ના ટીબી વિભાગ ના 22 પૈકી 18 કર્મીઓ બુધવારે ભાગ લેવા જતા ટીબી વિભાગની કામગીરી પર અસર થશે.

આગામી સમયમાં દિલ્હી પણ કર્મીઓ જશે
આચારસંહિતા પૂર્વે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં TB વિભાગનાં કરારી કર્મીઓ આચાર સંહિતા દરમિયાન પણ પોતાનાં આંદોલનને યથાવત રાખી અન્ય રાજ્યનાં સમાન કરારકર્મી સાથે દિલ્હી પણ ઉગ્ર કાર્યક્રમો આપશે અને સવાલ કરશે કે શું આમ કરશો ટીબી મુકત ભારત ટીબી મુકત ગુજરાત ! તેવી ચર્ચા પણ સિવિલ કેમ્પસ માં ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...