કોરોના સંક્રમણ:નવસારી જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 18 પોઝિટિવ કેસ

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા 3 દિવસમાં 53 કેસ બહાર આવ્યા
  • એક્ટિવ કેસ 83, 62 હોમ આઇસોલેશનમાં

નવસારી િજલ્લામાં ગુરુવારે કોરોનાના વધુ 18 પોઝીટીવ કેસ બહાર આવ્યા હતા. નવસારી જિલ્લામાં વધુ ને વધુ કોરોનાના કેસો બહાર આવી રહ્યા છે. ગુરૂવારે પણ કોરોનાના વધુ 18 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ કેસ ચીખલી તાલુકાના 8 કેસ હતા.

આ ઉપરાંત વાંસદા અને ગણદેવી તાલુકાના 4 - 4 કેસ અને નવસારી અને જલાલપોર તાલુકાના 1 - 1 કેસ હતા. વધુ 18 કેસોની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 12486 થઈ છે. કોરોનાની સારવાર લેતા 12 દર્દી રિકવર પણ થયા હતા,જેની સાથે કુલ રિકવર સંખ્યા 12193 થઈ છે.

એક્ટિવ કેસની સંખ્યા વધીને 83 થઈ છે. જોકે તેમાં 12 દર્દી જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, અન્ય 71 જણા હોમ આઇસોલેશનમાં જ છે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસ દરમિયાન પુનઃ પોિઝટીવ કેસોમાં વધારો થયો છે. આ 3 દિવસમાં જ નવસારી િજલ્લામાં સરકારી ચોપડે 53 કેસ નોંધાઇ ગયા છે. જો કે રાહતની વાત એ છે કે મહત્તમ કેસ ગંભીર નથી અને દર્દીનું મૃત્યુ પણ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...