તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના:નવસારી જિલ્લામાં કોરોનાના 18 કેસ, સાદડવેલના આધેડનંુ મૃત્યુ

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિકવર 78, એક્ટિવ 350, કુલ આંક 6954, કુલ રિકવર 6419

નવસારી જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ 18 કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું હતું. નવા કેસમાં સૌથી વધુ 7 કેસ ચીખલી તાલુકામાં હતા. આ ઉપરાંત ખેરગામમાં 1, જલાલપોર અને ગણદેવી તાલુકામાં 4-4 અને વાંસદા તાલુકામાં 2 કેસ નોંધાયા હતા. જેમાં આટના 8 વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે.

વધુ 18 કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 6954 થયા હતા. ચીખલી CHCમાં સારવાર લેતા સાદડવેલના 53 વર્ષીય આધેડનું મૃત્યુ થયું હતું. શુક્રવારે 78 દર્દી રજા અપાતાં કુલ રિકવરની સંખ્યા 6419 થઈ હતી.ડાંગમાં નવા એક કેસ સાથે કુલ કેસ 689 થયા, એક્ટિવ કેસ 6

ડાંગમા શુક્રવારે કોરોનાનો નવો 1 કેસ સામે આવ્યો હતો. જ્યારે એક દર્દી સાજો થતા તેને રજા અપાઇ હતી. એક્ટિવ કેસ 6 રહ્યા છે. ડાંગમાં કુલ 689 કેસો નોંધાઇ ચૂક્યા છે, જે પૈકી 683 દર્દીને રજા અપાઈ છે. ડાંગમાં કોરોનાને કારણે અત્યારસુધી કુલ 28 મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. ઉપરાંત જિલ્લામા આ અગાઉ મ્યુકરમાઇકોસિસનો પણ એક કેસ નોંધાયો હતો, જે દર્દીનુ પણ મૃત્યુ થયુંછે. નોંધાયેલા કેસમાં મોટી દભાસ ગામની 18 વર્ષીય યુવતિ પોઝિટિવ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...