તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખડસુપામાં નિવૃત્ત બેંક કર્મીના બંધ ઘરમાં 1.74 લાખની મતાની ચોરી

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પત્નીની સારવાર માટે સુરત હોસ્પિટલ ગયા હતા

નવસારી તાલુકાનાં ખડસુપા ગામે જગદીશ છનાભાઈ રાઠોડ નિવૃત બેંકકર્મી રહે છે. જગદીશભાઈ તેમની પુત્રીના લગ્ન બાદ ઘરે પત્ની સાથે રહેતા હતા. તેમની પત્નીને બીમાર હોય સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તેઓ 2જી ડિસેમ્બરે ઘર બંધ રાખી સુરત ગયા હતા. 5મીએ સવારે ઘરે તેમના જમાઈ સાથે આવતા જોયું તો ઘરમાં મુકેલો સામાન અસ્તવ્યસ્ત હતો.

ઘરમાં જઈ જોયું તો બાથરૂમની સિમેન્ટની જાળી તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટની તિજોરીમાં મુકેલ સોના-ચાંદીનાં દાગીના સહિત રોકડા મળી કુલ રૂ.1.74 લાખ મત્તાની ચોરી કરી ગયા હોવાની જગદીશ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી. ગ્રામ્ય પીઆઈ બ્રહ્મભટ્ટ તપાસ કરી રહ્યા છે.

તસ્કરો શું-શું ચોરી ગયા
સોનાની ચઈન કિંમત રૂ. 16 હજાર, મંગળસૂત્ર કિંમત રૂ. 40 હજાર, કાનની બુટ્ટી કિંમત રૂ. 20 હજાર, સોનાની બંગડી કિંમત રૂ. 60 હજાર, ચાંદીના ઝાંઝરા કિંમત રૂ. 2000 અને રોકડા રૂ. 36 હજાર મળી કુલ રૂ. 1.74 લાખ મત્તાની ચોરી થઈ હતી.

પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે
નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને હાઈવેના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ શિયાળામાં બને છે. જેમાં શિયાળાની શરૂઆતમાં તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવીને ચોરીને અંજામ આપતા હોય ગ્રામ્ય પોલીસ હાઈવે વિસ્તારોમાં પેટ્રોલિંગને સઘન બનાવીને લોકોનું રક્ષણ કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો