તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:170 તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી કટાણે સરકારનું નાક દબાવ્યું

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17મીએ પેનડાઉન અને 24મીએ માસ સીએલ પર જશે

નવસારી સહિત સમગ્ર રાજ્યના ઇન સર્વિસ તબીબોની વર્ષો જૂની પડતર માંગને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં 10 થી 15મી મે સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. 17 મીથી પેનડાઉન અને 24મી મે એ સામુહિક સીએલ પર ઉતરશે. નવસારીમાં 170થી વધુ સરકારી તબીબોએ કોરોના મહામારી દરમિયાન હડતાળનું શસ્ત્ર ઉગામી સરકારનું નાક દબાવાનો પ્રયત્ન કરશે.

નવસારીમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોએ સોમવારે કલેક્ટરને ઉદેશીને તેમની પડતર માંગોને લઇને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ વિભાગના નિયંત્રણમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માગણીની રજૂઆત કરી હતી. જેમાં એસોસિએશને સરકારમાં યથાયોગ્ય સ્થાને વ્યાજબી અને ન્યાયી રીતે રજૂઆત કરી છે.

વર્ષ-2013થી ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીની રજૂઆતો સરકાર કક્ષાએ કરે છે. જેના ફળસ્વરુપે વિભાગમાં જે તે વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા બેઠકો પણ યોજાઇ હતી. આગામી સમયમાં નવસારીના 170 ઇન સર્વિસ તબીબો સરકારનું નાક દબાવશે.

આટલી માંગ નહીં સંતોષાય તો 31મીથી હડતાળ
ઇન-સર્વીસ તબીબોને કેન્દ્રના સાતમા પગાર પંચ મુજબ 1 લી જાન્યુઆરી 2016થી એનપીએ આપવું અને એનપીએને પગાર જ ગણવાનો છે છતાં ભુતકાળમાં અન્યાય કર્યો છે. જેથી એનપીએને પગાર ગણી તમામ લાભો એનપીએ પર આપવા, કેન્દ્રના ધોરણે તબીબી અધિકારીઓને 6ઠ્ઠા પગાર પંચમાં ગ્રેડ પે -5400 અને સાતમા પગાર પંચ મુજબ આપવું, તબીબી અધિકારીઓને અનુસ્નાતક કોલેજોમાં 25% બેઠકો અનામત રાખવી, પાત્રતા ધરાવતા ઇન સર્વિસ તબીબોને ખાલી જગ્યાઓ પર બઢતી સમયસર આવવી, તબીબી અધિકારીને અપાતા ટોક્સ કમિશનના લાભો નિયમિત આપવા અને બિનજરુરી વાંધાઓ કાઢવા માટે નિયમ શરુ થયો છે તે બંધ કરવો. આ માગણીઓ નહીં સંતોષાય તો 31મીથી અચોક્કસ મુદતની હડતાળ કરાશે.

અન્ય સમાચારો પણ છે...