કોરોના સંક્રમણ:નવસારી જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 16 કેસ નોંધાયા

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસ 73, 5 દર્દીને રજા અપાઇ

નવસારી જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 16 કેસ આવ્યા હતા. જ્યારે 5 દર્દીને રજા આપવામાં આવી હતી. હવે એક્ટિવ કેસ 73 રહ્યાં છે. નવસારી આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે કોરોનાના નવા વધુ 16 કેસ નોંધાયા હતા. જેની સાથે જ કોરોનાના કુલ કેસ 12350 થયા હતા. મંગળવારે વધુ 5 દર્દીને રજા આપવામાં આવી હતી તે સાથે સારા થયેલા દર્દીઓની સંખ્યા 12067 થઇ હતી. નવસારી જિલ્લામાં મંગળવારે વધુ 1000 નવા સેમ્પલ લેવામાં આવ્યા હતા. નવસારીમાં અત્યાર સુધીમાં 716626 સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જેમાં 703276 નેગેટિવ આવ્યાં હતા. નવસારીમાં મંગળવારે પોઝિટીવ આવેલા દર્દીઓ પૈકી નવસારીમાં 1, ગણદેવીમાં 3, ચીખલીમાં 1, જલાલપોરમાં 3 અને વાંસદામાં 8 કેસ નોંધાયા હતા. નવસારી િજલ્લામાં મંગળવારે 1000 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં નવસારીમાં 208, જલાલપોરમાં 186, ગણદેવીમાં 132, ચીખલીમાં 175, ખેરગામમાં 67 અને વાંસદામાં 232 સેમ્પલ લેવાયા હતા.

નવસારી આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં કુલ 70 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં મેડિકલ ટીમો દ્વારા દરરોજ 591 લોકોને અને 135 ઘરોનું સરવે કરવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો મંગળવારથી 43મો રાઉન્ડ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 104185 અને 22799 ઘરોનું સરવે હાથ ધરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...