ખેડૂતોને લાભ:ઉનાળુ ડાંગરમાં ગત વર્ષ કરતા 16 % નો ભાવવધારો, રૂ. 380 વધુ ચૂકવાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં કાપણી બાદ ડાંગર ઝૂડતા ખેતમજૂરો. - Divya Bhaskar
નવસારીમાં કાપણી બાદ ડાંગર ઝૂડતા ખેતમજૂરો.
  • નવસારી પંથકના અંદાજે 2 હજાર જેટલા ખેડૂતોને વધુ ભાવ મળવાથી લાભ થશે
  • સંઘે 40 કિલોનો ગુર્જરીનો 2740, જયાનો 2540, મસુરીનો 2400, મિક્ષ્ચરનો રૂ.1900 ભાવ નક્કી કર્યો

નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘે ઉનાળુ ડાંગરનો આખરી ભાવ ગુર્જરીનો 140 કિલો (હારા)ના ભાાવ નક્કી કરતા ખેડૂતોને ગત વર્ષ કરતા રૂ. 380 વધુ ભાવ મળશે. નવસારી પંથકમાં પણ ડાંગર જ મુખ્ય પાક છે. તેમાં ચોમાસાની મોસમમાં ખરીફ પાક વધુ લેવાય છે પરંતુ ઉનાળુ ડાંગરનો પાક પણ અનેક ખેડૂતો લેતા આવ્યા છે. ખાસ કરીને સિંચાઈનું પાણી મળે ત્યાં ઉનાળુ ડાંગર પકવતા વધુ ખેડૂતો અહીંના નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ. માં પણ ડાંગર આપતા આવ્યા છે અને છેલ્લી સિઝનમાં પણ સંઘમાં ઉનાળુ ડાંગર ખેડૂતોએ આપ્યું હતું. જે ડાંગરની જાતનો પાક વધુ લેવાય છે તેમાં ‘ગુર્જરી’ વધુ હોય છે.

હાલ સંઘે ઉનાળુ ડાંગરનો સરકારી ભાવ જે 140 કિલોનો જાહેર કર્યો છે તેમાં ગુર્જરીનો ‘સી’ ટાઈપનો રૂ. 2740 નક્કી કર્યા છે અને ‘સી’ ટાઈપમાં જયાનો 2540, મસુરીનો 2400 અને મિક્ષ્ચરનો 1900 રૂપિયા નક્કી કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, 2021ની સાલમાં ઉનાળુ ડાંગરનો આખરી ભાવ ગુર્જરીના 2360 રૂપિયાા સંઘે નક્કી કર્યો હતો. આમ રૂ. 380 એક જ વર્ષમાં ભાવવધારો ખેડૂતોને મળ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે 2020માં ભાવ રૂ. 2589 પડ્યાં બાદ ગત વર્ષે ઘટાડો થયો હતો. જોકે પુન: ચાલુ સાલ ભાવ વધુ નક્કી થતા રાહત થઈ છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઉનાળુ ડાંગરનું વાવેતર કરતા ઘણાં ખેડૂતો સહકારી સંઘ અને સહકારી સોસાયટીને ડાંગર જરૂર આપે છે પણ અનેક ખેડૂતો વેપારીઓને પણ આપે છે. અંદાજે 4 હજાર ખેડૂતો પંથકમાં ઉનાળુ ડાંગર પકવે છે, જેમાં 2 હજાર જેટલા વિવિધ સહકારી સંઘ, મંડળીઓને તથા 2 હજાર વેપારીઓને આપે છે. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી તાલુકા સહકારી સંઘ જે ભાવ નક્કી કરે તેની આસપાસ જ કેટલીક મંડળીઓ અને સંઘો પણ ભાવ નક્કી કરતા હોવાનું જાણવા મળે છે.

ખેડૂતોને જરૂર રાહત થશે
ચોમાસામાં ડાંગરના પાકથી ખેડૂતોને ખાસ ફાયદો થઈ રહ્યો નથી અને મુશ્કેલી પડી રહી છે ત્યારે જ ઉનાળુ ડાંગરના સારા ભાવ નક્કી થઈ જરૂર રાહત થશે. > મુકુંદ પટેલ, ખેડૂત, નાગધરા

અન્ય સમાચારો પણ છે...