તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:નવસારી નગરપાલિકામાં ભાજપના 16 નગરસેવક રિપિટ, 4ના સગાને સચવાયા, 1 મુસ્લિમને ટિકિટ

નવસારી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ભાજપે 13 વાેર્ડના 52માંથી વોર્ડ -5ના એક ઉમેદવાર સિવાય તમામ 51 ઉમેદવારના નામ જાહેર કરી દીધા
 • વોર્ડવાઇઝ જ્ઞાતિના સમિકરણોનું પાક્કુ ગણિત માંડી મુસ્લિમ સહિત 21 જ્ઞાતિને ટિકિટ આપી સાચવી લેવાઇ

નવરચિત નવસારી-વિજલપોર નગરપાલિકાની યોજાઈ રહેલ પ્રથમ ચૂંટણીમાં ભાજપે જે 13 વોર્ડની 52 બેઠક માટે 51 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. તેમાં અગાઉ કાઉન્સિલર રહી ચૂકેલા અને ભાજપના અગ્રણી એવા ઘણાંની બાદબાકી કરી નાખી છે. અગાઉ પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂકેલા, વિવિધ કમિટીના ચેરમેન રહી ચૂકેલા, ભાજપમાં સંગઠનમાં ટોચનો હોદ્દો ભોગવનારાને પણ ટિકિટ માંગી છતાં આપી ન હતી. 60 વર્ષની વયથી વધુ વયના, ત્રણ ટર્મથી વધુ ચૂંટાયેલા, વોર્ડ બહાર ટિકિટ માગનારાને પણ મહદઅંશે ટિકિટ આપી નથી.

અહીં ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની કુલ 52 બેઠક માટે 220થી વધુ જણાએ ભાજપમાં ટિકિટ માટે દાવેદારી કરી હતી. જેમાંથી 51 નામ બુધવારે જાહેર કર્યા હતા. કબીલપોર-ચોવીસી વિસ્તારના વોર્ડ-5 માં એક સ્ત્રી બેઠકનું નામ જાહેર કરાયું ન હતું. પાલિકામાં ભળેલા 8 ગામડામાંથી પણ પ્રતિનિધિત્વ અપાયું છે. કેટલાક બિલકુલ નવા ઉમેદવારને ટિકિટ અપાઈ છે તો કેટલાક કપાયેલ ધુરંધરો પોતાના સગાને ટિકિટ અપાવવામાં સફળ થયા છે.

60ની વયમર્યાદામાં આટલાની ટિકિટ કપાઇ
ભાજપે અગાઉ કરેલ જાહેરાત મુજબ 60 થી વધુ વયના ટિકિટ માગનારા અગ્રણીઓની ટિકિટ કાપી છે. આ અગ્રણીઓમાં પ્રેમચંદ લાલવાણી, રમેશ હીરાણી, ધીરુભાઈ ગેવરિયા, ત્રિભોવન ચાવડા, શિલાબેન દેસાઈ, નિશાર કુરેશી, છનાભાઈ જોગી, નીતિન કંસારા, કુસુમબેન ધાનકા, સુરેશ શેઠનો સમાવેશ થાય છે. જાે કે આમાંથી 4ના સગાને સાચવી લીધા છે.

ત્રણ વોર્ડમાં દાવેદારી કરનાર અગ્રણીને અેકમાં પણ ટિકિટ નહીં
નવસારી પાલિકામાં ગત ટર્મમાં ચૂંટાયેલા અગ્રણી સંકેત શાહે એક નહી પણ ત્રણ વોર્ડમાં દાવેદારી કરી હતી. 3,6 અને વોર્ડ-7 માં દાવેદારી કરી હતી પરંતુ તેમને એક પણ વોર્ડમાં ટિકિટ અપાઈ નથી. તેઓ ધારાસભ્ય પિયુષ દેસાઈના નજીકના મનાય છે.

પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સરપંચ સહિતના પણ કપાયા
વિજલપોર પાલિકામાં પ્રમુખ રહેલા પ્રકાશ પાટીલ અને જ્યોતિબેન જોશી, ગત ટર્મમાં ઉપપ્રમુખ રહેલ સંતોષ પૂંડકર, નવસારી પાલિકા ઉપપ્રમુખ રહેલા જીગ્નેશ દેસાઈ, સરપંચ રહેલ સાજન ભરવાડ અને હરીશ દેશમુખને પણ ટિકિટ અપાઈ નથી.

નવસારી-વિજલપાેરના 63માંથી માત્ર 16 કાઉન્સિલર રિપિટ
ગત ટર્મમાં નવસારી પાલિકામાં ભાજપના 30 કાઉન્સિલર અને વિજલપોર પાલિકામાં 33 કાઉન્સિલર ચૂંટાયા હતા. આમ કુલ 63 કાઉન્સિલર હતા. જોકે તેમાંથી આ વખતે માત્ર 16 કાઉન્સિલરને જ ટિકિટ અપાઈ છે. જ્યારે બાકીના 47 કાઉન્સિલરની ટિકિટ કપાઇ ગઇ છે.

ટોચના અગ્રણી અને પૂર્વ કાઉન્સિલરો પણ બાકાત
અનેક પક્ષના અગ્રણીને ટિકિટ અપાઈ નથી. જેમાં મહેન્દ્ર દરબાર, રાજુભાઇ પટેલ, દિલીપ બુધીયા પટેલ, જિજ્ઞાસા પારેખ, ધીરુભાઈ ભાડજા, સંદીપ દેસાઈ, જયંતિ પુરોહિત વગેરે છે. પૂર્વ કાઉન્સિલરો કપાયા છે,જેમાં ભુપત દુધાત, જશુબેન રાઠોડ, રંજન મુદ્દદિયા, ભારતીબેન સપારે, પ્રીતિ મહેતા, રાજુ દેરાસરિયા, અનિલ નાયકા, મોહિત દેસાઈ, વિપુલ સાવલિયા, અનિલ નાયકા, સતીશ બોરસે, બીમલેશ શર્મા, મંગલજી ચાવડા, કર્ણ હરિયાણી વગેરેનો સમાવેશ થાય છે.

એક મુસ્લિમને ટિકિટ, બીજા બધાની બાદબાકી
ભાજપે કુલ 52 બેઠકમાંથી 1 બેઠક વોર્ડ-6માં મુસ્લિમ મહિલા રુબીના રંગરેજને ટિકિટ આપી છે. આસિફ બરોડાવાળા, નિસાર કુરેશી વગેરેને એક યા બીજા કારણે ટિકિટ અપાઈ નથી.

12 ગ્રેજ્યુએટ, 14 નોન મેટ્રીક ઉતારાયા
ભાજપના જાહેર થયેલા 51 ઉમેદવારમાં 12 ઉમેદવાર કોલેજ પૂર્ણ કરનાર અને ઉચ્ચ અભ્યાસ કરનાર છે. 14 ઉમેદવાર ધોરણ-10 (એસએસસી)થી ઓછો અભ્યાસ કરેલા છે.

‘સગાને ટિકિટ નહીં’ અભી બોલા અભી ફોક
કેટલાક કિસ્સામાં વય મર્યાદા યા અન્ય કારણે પક્ષના અગ્રણીને ટિકિટ ન અપાઈ પરંતુ આ અગ્રણી તેમના સગાની ટિકિટ મેળવવામાં સફળ થયા છે. વોર્ડ-1માં ધીરુભાઈ ગેવરિયાની જગ્યાએ તેમના પુત્ર હિતેશ ગેવરિયાને, પ્રેમચંદ લાલવાણીના ભત્રીજા ચિરાગને અને વોર્ડ-13માં પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠની પત્ની જાગૃતિબેનને ટિકિટ અપાઈ છે. વિજલપોરનાં માજી કાઉન્સિલર દિલીપસિંહ ભદેરીયાની પત્નીને ટિકિટ અપાઇ છે.

ભાજપે ટિકિટ ફાળવણીમાં આ 21 જ્ઞાતિને સાચવી લીધી
ભાજપે જાહેર કરેલા ઉમેદવારાેમાં બ્રાહ્મણ, આદિવાસી, પાટીદાર, વણકર, વાલ્મિકી, રાણા, માછી, આહિર, મારવાડી, કુંભાર, દરજી, કંસારા, મુસ્લિમ, સિંધી, ઘાંચી, જૈન, ચાૈધરી, મરાઠી અને ક્ષત્રિય સહિત 21 જ્ઞાતિને સાચવી લીધી છે.

નવસારી-વિજલપોર પાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી

વોર્ડ નં. 1
કેયુરીબેન જયદીપભાઈ દેસાઈ
શોભાદેવી રમેશભાઈ પ્રસાદ
જયેશભાઈ છોટુભાઈ નાયકા
હિતેષભાઈ ધીરૂભાઈ ગેવરીયા

વોર્ડ નં. 2
કૃતિકાબેન રાવસાહેબ પાટીલ
ચંદ્રીકાબેન ગંગારામ ભોરણીયા
રમેશભાઈ મુળજીભાઈ વાળા
પિયુષભાઈ હિમંતભાઈ ગજેરા

વોર્ડ નં. 3

પ્રતિજ્ઞાબેન વિઠ્ઠલભાઈ રાઠોડ સુમનબેન સુરેશભાઈ પાંડે અશ્વિનભાઈ ગણેશભાઈ કાસુન્દ્રા સરજુભાઈ રમેશભાઈ અજબાણી

વોર્ડ નં. 4
યશોદાબેન નવીનભાઈ રાઠોડ
કલ્પનાબેન મહેશચંદ્ર રાણા
અશ્વિનભાઈ પ્રવિણભાઈ કહાર
ધર્મેશકુમાર સુનિલભાઈ પટેલ

વોર્ડ નં. 5
જયશ્રીબેન અરવિંદભાઈ પટેલ
લોકેશભાઈ ભીખુભાઈ આહિર
મુકેશભાઈ સુરેશચંદ્ર અગ્રવાલ
એક ઉમેદવારનું નામ જાહેર થયું નથી

વોર્ડ નં. 6
ઉષાબેન અશોકભાઈ પટેલ
રૂબીના યાકુબભાઈ રંગરેજ
પરેશભાઈ મંગુભાઈ પટેલ
અમ્રતભાઈ જેરામભાઈ ઢીમ્મર

વોર્ડ નં. 7

અશ્વિનીબેન હેમંતકુમાર મિસ્ત્રી છાયાબેન કૌશિકભાઈ દેસાઈ જીગીશભાઈ દિલીપભાઈ શાહ આસિત દિલીપભાઈ રાંદેરવાલા

વોર્ડ નં. 8
સવિતાબેન ધનરાજભાઈ ચૌધરી
નીતુબેન રવિભાઈ શાહ
જગદીશભાઈ કરશનભાઈ મોદી
નરેશભાઈ ખેરગારજી પુરોહિત

વોર્ડ નં. 9
અ‌લકાબેન મહેશભાઈ પટેલ
જાગૃતિબેન સંદીપભાઈ દેસાઈ
ભીખુભાઈ ગોવિંદભાઈ નાયકા
શુભમભાઈ વિનુભાઈ મુંડીયા

વોર્ડ નં. 10
જયાબેન મારૂતિભાઈ લાંજેવાર
રમીલાબેન જગદીશભાઈ પટેલ
સુનિલ રઘુનાથ પાટીલ
શંકરસિંહ રણસિંહ ગિરાસે

વોર્ડ નં. 11
લીલાબેન તુલસીદાસ ઠાકુર
ચંદ્રાબેન દિલીપસિંહ ભદોરીયા
પરેશભાઈ દિનેશભાઈ ભારતીયા
ગુલાબચંદ્ર રામજતન તિવારી

વોર્ડ નં. 12
હસુમતિબેન રાકેશભાઈ પટેલ
મિનલબેન અલ્પેશભાઈ દેસાઈ
ચેતનકુમાર મગનભાઈ પટેલ
ચિરાગ જયકુમાર લાલવાણી

વોર્ડ નં. 13
પ્રીતિબેન ધર્મેશભાઈ અમીન
જાગૃતિબેન સુરેશભાઈ શેઠ (કંસારા)
વિજયભાઈ મનુભાઈ રાઠોડ
પ્રશાંતભાઈ બલ્લુભાઈ દેસાઈ

કોંગ્રેસની યાદી આજે જાહેર થવાની શક્યતા
નવસારી-વિજલપોર નગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારોની યાદી બુધવારે જાહેર કરાઇ ન હતી. પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે તમામ 13 વાર્ડના મહત્તમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો