આયોજન:નવસારીના રામજી મંદિરમાં વિનામૂલ્યે યોજાયેલ નેત્ર ચિકિત્સા શિબિરનો 1509 લોકોએ લાભ લીધો

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઘુદૃષ્ટિની ખામીવાળી 371 વ્યક્તિને રાહતદરે ચશ્માનું િવતરણ, વિનામૂલ્યે 633ને મોતિયાની શસ્ત્ર ક્રિયા કરાશે

નવસારી રામજી મંદિર ટ્રસ્ટના સૌજન્યથી નવસારી રોટરી આઈ દ્વારા આયોજીત મેગા નેત્ર ચિકિત્સા શિબિરનો કુલ 1509 વ્યક્તિએ લાભ લીધો હતો. તે પૈકી 633 વ્યક્તિને વિનામૂલ્યે મોતિયાની શસ્ત્રક્રિયા નવસારી રોટરી આઈ હોસ્પિટલમાં કરા શે. લઘુદૃષ્ટિની ખામીવાળી 371 વ્યક્તિને રાહતદરે ચશ્મા આપવામાં આવ્યાં હતા. બંને સંસ્થાના માનદમંત્રી યોગેશ નાયકે સૌને આ‌વકારતા જણાવ્યું હતું કે નવસારી રોટરી આઈ હોસ્પિટલમાં અદ્યતન સાધનસામગ્રી તથા નિષ્ણાંત નેત્ર ચિકિત્સકો-તબીબોની ટીમ ઉપલબ્ધ છે.

હોસ્પિટલને આંતરરાષ્ટ્રીય કક્ષાને ધોરણો પ્રમાણે કરોડોના ખર્ચે અદ્યતન રીતે સજ્જ કરવામાં આવી છે. આ સંસ્થામાં આવતા નેત્રરોગના દર્દીઓને સારી રીતે તપાસ કરી અન્ય ખાનગી હોસ્પિટલો કરતા ઘણાં જ ઓછા દરે શસ્ત્રક્રિયા સહિતની સારવાર આપવામાં આવે છે. તેમણે અંધત્વ નિવારણ માટે મૃત્યુ પછી ચક્ષુદાન થાય તે માટે અપીલ કરી હતી.

તેમણે નવસારી રોટરી આઈમાં પૈસા વિના કોઈની પણ આંખની સારવાર નહીં અટકે તેવી ખાતરી ઉચ્ચારી હતી. આ શિબિરને નવસારી રોટરી આઈના ચેરમેન રશ્મિભાઈ પટેલ, ઉપપ્રમુખ જયંતિભાઈ પટેલ, ખજાનચી રણજીતભાઈ શાહ, ટ્રસ્ટી રણજીતભાઈ પટેલ, રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ ચીમનભાઈ ગાંધી, ઉપપ્રમુખ દેવેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ વગેરેએ ખુલ્લો મુક્યો હતો. આ શિબિરને સફળ બનાવવા કિરીટભાઈ બારોટ, રામજી મંદિરના મેનેજર શિરીષભાઈ શુકલ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...