તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજાણી શરૂ:કોરોનાના નિયંત્રણો ઓછા થતાં સૂમસામ ભાસતા નેશનલ સોલ્ટ મેમોરિયલમાં 1500 સહેલાણીઓએ મુલાકાત લીધી

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીના ઇતિહાસનું આધુનિક તીર્થસ્થાન એટલે દાંડી સ્મારક

દક્ષિણ ગુજરાતમાં આવેલ આઝાદીના ઇતિહાસનું આધુનિક તીર્થસ્થાન એટલે દાંડી સ્મારક છે. આવનારી પેઢીને ઐતિહાસિક વારસાનો પરિચય અને તેમાંથી પ્રેરણા આપતા સ્મારકમાં ફરીથી ગાંધીપ્રેમી પ્રવાસીઓથી ધમધમતું થયું છે. જેમાં કોરોનાના નિયંત્રણો ઓછા થતાં સૂમસામ ભાસતા નેશનલ સોલ્ટ મેમોરિયલમાં 1500 સહેલાણીઓએ મુલાકાત લીધી છે.

રવિવારે 1500 થી વધુ સહેલાણીઓ દાંડીમાં ઉમટ્યા

દેશ અને દુનિયામાં કોરોના મહામારીની અસર ઓછી થતાં લોકો માનસિક પરિસ્થિતિમાંથી બહાર આવવા આવા સ્થળોની મુલાકાત લઇ રહ્યાં છે. જાહેર રજાના દિવસે ઘણાં લાંબા સમય પછી સ્મારકમાં 1500થી વધારે પ્રવાસીઓએ સુરક્ષા અને સલામતી સાથે મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. કોરોનાની મહામારીને કારણે નેશનલ સ્પોર્ટ મેમોરિયલની મુલાકાત ખૂબ ઓછા લોકો લેતા હતા. કારણકે મેમોરિયલની મુલાકાતે આવે તો સહજ રીતે દરિયા કાંઠે જવાની ઈચ્છા થાય પણ દરિયો કાંઠો સુરક્ષાના કારણોસર બંધ હોવાને કારણે દાંડીમાં સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. પણ રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કરતા રવિવારે 1500 થી વધુ સહેલાણીઓ દાંડીમાં ઉમટ્યા હતા.

આગામી સમયમાં દરિયા કિનારા પર નિયંત્રણો હળવા થશે

હાલમાં કોરોના કેસની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર તબક્કાવાર વિવિધ નિયંત્રણો હટાવી રહી છે. તેવા સંજોગોમાં સરકારે મોટા ભાગના નિયંત્રણો હટાવી લીધા છે. પણ દરિયાકિનારા ઉપર સહેલાણીઓની આવજાવ હજુ પણ બંધ છે. ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર દરિયાકિનારાને સહેલાણીઓ માટે ખુલ્લો મૂકે તેવી આશા અપેક્ષા બંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...