ગરમીનું પ્રમાણ પણ ઘટ્યું:મહત્તમ તાપમાનમાં બે દિવસમાં 1.5 ડિગ્રીનો ઘટાડો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપમાન ઘટતા ગરમીનું પ્રમાણ પણ ઘટ્યું

નવસારી જિલ્લામાં મહત્તમ તાપમાનમાં બે દિવસથી ઘટાડો થતા રવિવારે મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રીએ રહ્યો હતો. પવનની ગતિ પણ પ્રતિ કલાકે 7.9 કિમીની ઝડપે ફૂંકાયો હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગેથી મળતી માહિતી મુજબ રવિવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. નવસારીમાં છેલ્લા 3 દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

જેમાં શુક્રવારે 34.5 ડિગ્રી, શનિવારે 33.5 ડિગ્રી અને રવિવારે ઘટાડો થઈ 33 ડિગ્રી નોંધાયુ હતું. 3 દિવસમાં 1.5 ડિગ્રી તાપમાન મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, તાપમાનમાં ઘટાડો થતા ગરમીનું પ્રમાણ પણ ઘટતા લોકોને શિયાળાની શરૂઆત થઇ હોવાનો અનુભવ થયો હતો. રવિવારે સવારે ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાયુ હતું. બપોરે તેમાં ઘટાડો થઈ માત્ર 37 ટકા નોંધાયું હતું. જ્યારે પવન પણ પ્રતિ કલાકે 7.9 કિમીની ઝડપે ફૂંકાયો હતો. પવન ફૂંકાતો રહેતા લોકોને રાહત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...