સાંસારિક ગ્રહણ:5 વર્ષમાં ઘરેલુ હિંસાના 1446 કેસ, 2018-19માં સૌથી વધુ કેસ

નવસારીએક મહિનો પહેલાલેખક: નીલ નાયક
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવસારી જિલ્લામાં સમાધાન 977, છૂટાછેડાના 146 નોંધાયા જ્યારે 197 કેસ કોર્ટમાં રીફર

ઘરેલુ હિંસાના મામલાઓ સતત વધી રહ્યા છે. નાનામાં નાની વાત મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. જેના કારણે પતિ-પત્નીના ઝઘડા છૂટાછેડા સુધી પહોંચી જાય છે. પતિ-પત્નીના ઝઘડા એટલા મોટા થઈ જાય છે કે દંપતી મહિલા અને બાળ વિકાસની મદદ લે છે. ઘણામાં કેસો સમજાવ્યા બાદ નિરાકરણ આવી જાય છે, પરંતુ અમુક કેસોમાં પતિ અને પત્નીના વર્તનને કારણે આમ લોકો સુધી પહોંચે છે. કાઉન્સેલિંગ કર્યા બાદ પણ જો નિરાકરણ ન આવે તો સબંધો છૂટાછેડામાં પરિણમી છે.

છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો કુલ 1446 ઘરેલુ હિંસાના કેસ નવસારીમાં નોંધાયા છે. જેમાંથી 977 આ કેસમાં સમાધાન થઇ ચૂક્યું છે. જ્યારે 146 કેસ છૂટાછેડા સુધી પહોંચ્યા છે. કોર્ટમાં રીફર કરેલા કેસની વાત કરીએ તો પાંચ વર્ષમાં 197 કેસોને કોર્ટમાં રીફર કરવામાં આવ્યા છે. જ્યારે 126 કેસો સમાધાનની રાહ હજુ પણ ચાલુ છે. વર્ષ 2017 થી 2022 સુધીની વાત કરીએ તો કોરોનાના 2 વર્ષમાં એટલે કે વર્ષ 2019-20 અને 2020-21માં ઘરેલુ હિંસાના કેસો ઓછા નોંધાયા હતા.

પતિ-પત્નીના ઝગડાને સમાપ્ત કરી સમાધાન કરાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ રહ્યુ છે. સામાન્યતઃ આ ઝઘડાના કારણ પતિ અને પત્ની એકબીજા પર શંકા, એકબીજાની જરૂરીયાતો ન પુરી કરી શકવાના કારણે, પૂરતી રીતે સમય ન આપવાના કારણે થાય છે. કામનું ભારણ વધવાને કારણે, મુક્ત જીવન વિચાર સરણીને કારણે, જનરેશન ગેપને કારણે, કોમ્યુનિકેશન ગેપને કારણે આ સિવાય પણ ઘણા કારણો છે. જેના લીધે ઝઘડો મારામારી સુધી પણ પહોંચી જાય છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમ પરિવારના સગા-સંબંધીઓ અને મોભીઓને કાઉન્સિલિંગમાં સાથે રાખીને પતિ-પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઘણા કેસોમાં સમજાવ્યા બાદ પત્ની-પત્ની વચ્ચે પહેલાંના જેવા સુમેળભર્યા સંબંધો પ્રસ્થાપિત થાય છે.

પતિ પત્નીના કૌટુંબિક હિંસાની વિગત
વર્ષઘરેલું હિંસાસમાધાનછૂટાછેડાકોર્ટમાં રીફર

સમાધાનમાં ચાલુ કેસ

2017-1831126716280
2018-1931622644460
2019-2028322414450
2020-21233114242567
2021-22303146455359
કુલ1446977146197126
અન્ય સમાચારો પણ છે...