સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 14 ટકા બુથ સંવેદનશીલ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં 269 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 756 બુથમાંથી 106 બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે
  • સંવેદનશીલ 106 બુથમાં પણ 37 તો માત્ર 4 જ ગામ વાંસદા, ઘેજ, મહુવર અને વેસ્મામાં છે, વાંસદામાં સૌથી વધુ 11 બુથ છે

નવસારી જિલ્લામાં યોજાઈ રહેલ 269 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 756 મતદાન મથકોમાંથી 106 મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં પણ 35 ટકા સંવેદનશીલ બુથ તો 4 ગામમાં જ છે.\nનવસારી જિલ્લામાં આમ તો 308 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી પણ ફોર્મ ભરાયા બાદ અનેક પંચાયતો સમરસ થયા બાદ હવે 269 પંચાયતોમાં ચૂંટણી માટે 19 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઇ અનેક બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

આ અંગેની માહિતી જોઈએ તો કુલ 756 બુથોમાંથી 106 બુથ સંવેદનશીલ (14 ટકા) જાહેર કરવામાં આવ્યા છે. તાલુકાવાર જોઈએ તો સૌથી વધુ વાંસદા તાલુકામાં 38 બુથ સંવેદનશીલ છે. આ ઉપરાંત જલાલપોરમાં 31, નવસારીમાં 11, ચીખલીમાં 17, ગણદેવીમાં 5 અને ખેરગામ તાલુકામાં 4 બુથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

નોંધનીય બાબત એ છે કે ચૂંટણી તો 269 ગ્રામ પંચાયતો માટે થઈ રહી છે ,જેમાં 4 પંચાયત વિસ્તારમાં જ કુલ સંવેદનશીલ બુથમાંથી 35 ટકા (37 બુથ) તો છે. જેમાં વાંસદામાં 11, ઘેજમાં 9, વેસ્મામાં 9 અને મહુવર ગ્રામ પંચાયતના 8 બુથનો સમાવેશ થાય છે. જોકે હાલ માત્ર સંવેદનશીલ બુથો જ જાહેર કરાયા છે ત્યારે અતિ સંવેદનશીલ બુથ એક પણ જાહેર કરવામાં આવ્યું નથી.

આ ગામોમાં સંવેદનશીલ બુથો
નવસારી : સાતેમ, કુંભાર ફળિયા, સિસોદ્રા ગણેશ
જલાલપોર : તવડી, ડાભેલ, મહુવર, વેસ્મા, કોથમડી, સુલતાનપુર, ખરસાડ
ગણદેવી : કછોલી
ચીખલી : વંકાલ, ખુંધ, ચીમલા, મલિયાધરા, ઘેજ
ખેરગામ : પાટી, વડપાડા
વાંસદા : ઉનાઈ, જામલીયા, સિણધઈ, ભીનાર, ચાપલધરા, ખાટાઆંબા, વાંસદ

​​​​​​​એક પણ બુથ ‘અતિ સંવેદનશીલ’ નહીં !
કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ધ્યાને લઈ ચૂંટણીમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પણ જાહેર કરવામાં આવે છે. જોકે નવસારી જિલ્લામાં તમામ બુથો સંવેદનશીલ જ જાહેર કરવામાં આવ્યાં છે. કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ એકપણ બુથને હાલની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું નથી.

90 ટકા ગામોમાં સંવેદનશીલ બુથો નથી
નવસારી જિલ્લામાં ચૂંટણી માટે મતદાન તો 269 ગ્રામ પંચાયતોમાં થઈ રહ્યું છે પરંતુ સંવેદનશીલ મથકો માંડ 10 ટકા જ ગામોમાં છે. 25 ગામોના 106 બુથ જ સંવેદનશીલ જાહેર કરાયા છે. અન્ય 244 ગામોમાં એક પણ મતદાન મથક સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું નથી.

સંવેદનશીલ બુથ માટે ધ્યાને લેવાતી બાબતો

  • ગામમાં ભૂતકાળમાં બનેલા સામાન્ય અને ગંભીર ગુનાઓની સ્થિતિનું િનરીક્ષણ અને તે વખતની પરિસ્થિતિ.
  • ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં અગાઉ બનેલ બનાવ યા કશ્મકશની સ્થિતિ અંગે પણ ચકાસણી કરવામાં આવે છે.
  • રાજકીય પક્ષોની હાજરીને લઈ મહત્તમ ચૂંટણીમાં કટોકટની પ્રવર્તતી સ્થિતિ
  • ધારાસભ્ય સહિત મહત્ત્વના વ્યક્તિઓના ગામ તથા તેને લઈ ચૂંટણીનું મહત્ત્વ અને હરિફાઈની સ્થિતિ
  • હિન્દુ-મુસ્લિમ બન્નેની વસતી વધુ પ્રમાણ અને તેને લઈ બનેલા ગુના વગેરે બાબત
  • સરપંચમાં વધુ ઉમેદવારને લઈ ચૂંટણીમાં ટસોટસની સ્થિતિ સહિત અનેક અન્ય મુદ્દા પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ ધ્યાને લેવાય છે.
અન્ય સમાચારો પણ છે...