કોરોના:જિલ્લામાં કોરોનાના વધુ 14 કેસ, કુલ એક્ટિવ કેસની સંખ્યા 84 થઇ

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસમાં નવા 48 જેટલા કેસો નોંધાયા

નવસારી જિલ્લામાં શનિવારે પણ વધુ 14 કેસ કોરોના પોઝિટિવ આવતા સેમ્પલની સંખ્યા આરોગ્ય વિભાગ દ્વારા વધારવામાં આવી છે. શનિવારે નવસારી જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા. જેમાં ચીખલીમાં 4, વાંસદામાં 3 ઉપરાંત ગણદેવીમાં 4 અને જલાલપોરમાં 1 અને નવસારીમાં 2 કેસ નોંધાયા હતા.જેમા એક નવ વર્ષીય વાંસદાની બાળકીનો પણ સમાવેશ થયો છે. વધુ 14 કેસ સાથે જિલ્લાના કુલ કેસની સંખ્યા 12413 થઈ ગઈ છે. કોરોનાની સારવાર લેતા 10 દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 12119 થઈ હતી. એક્ટિવ કેસ વધીને 84 થઈ હતી.

આરોગ્ય વિભાગ ખાતેથી મળતી માહિતી મુજબ શનિવારે 818 નવા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની સાથે કુલ સેમ્પલની સંખ્યા 720047 થઇ જવા પામી છે. જેમાંથી 706816 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. શનિવારે 10 દર્દીઓ સારા થતા તેમને રજા આપવામાં આવી હતી. તેની સાથે જ હમણા સુધીમાં સારા થયેલ દર્દીઓની સંખ્યા 12119 થયાની માહિતી આરોગ્ય વિભાગે આપી હતી. નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 48 જેટલા નવા કોરોનાના કેસ નોંધાયા હોવાની માહિતી સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...