તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી કોરોના કાળ:નવસારીમાં એક જ દિવસે 14 કેસ, ઘણાં દિવસો બાદ જિલ્લામાં ડબલ ફીગરમાં કેસ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ચીખલી તાલુકાની બે વિદ્યાર્થિની પોઝિટિવ, કુલ કેસ 1660 થયા
 • ચીખલી તાલુકામાં 6 અને નવસારી તાલુકામાં 4 કેસ
 • દોઢ માસ પૂર્વે માત્ર 5 એક્ટિવ કેસ સામે હાલ 50 થયા, કુલ રિકવર કેસ 1506

નવસારી જિલ્લામાં ઘણા દિવસો બાદ એક જ દિવસે કોરોનાના 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ચીખલી અને નવસારી તાલુકાના કેસ તો વધુ હતા પણ તમામ 6 તાલુકામાં કેસ નોંધાયા હતા.નવસારી જિલ્લામાં પણ હવે કોરોનાના કેસો વધવા લાગ્યા છે. રોજ 5 થી 7 કેસ સરકારી ચોપડે નોધાઈ રહ્યા હતા. શુક્રવારે તો એક જ દિવસે 14 પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ કેસમાં સૌથી વધુ કેસ ચીખલી તાલુકામાં 6 હતા, નવસારી તાલુકામાં પણ 4 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત જિલ્લાના અન્ય 4 તાલુકા જલાલપોર, વાંસદા, ગણદેવી અને ખેરગામમાં પણ એક-એક કેસ નોંધાયા હતા.

આ કેસોમાં ચીખલીના અંબાચ અને ખૂંધ ગામે રહેતી બે વિદ્યાર્થિનીના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. એક વિદ્યાર્થિની ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિની છે. વધુ 14 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 1660 થઈ ગઈ હતી. 14 નવા કેસની સામે શુક્રવારે કોરોનાની સારવાર લેતો એક જ દર્દી રિકવર થયો હતો, જેની સાથે કુલ રિકવર સંખ્યા 1506 થઈ હતી. જોકે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘણા દિવસો બાદ વધી 50નો આંક વટાવી 52 પર પહોંચી હતી. આ દર્દીઓમાં 5 દર્દી નવસારી સિવિલ હોસ્પિટલમાં,એક સીએચસીમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બાકીના હોમ આઇસોલેશનમાં છે.

આ જગ્યાએ 14 કેસ
ચીખલી : શિવદર્શન રાનકૂવા, ગોડથલ ઝાડી ફળિયુ, અંબાચ વચલુ ફળિયું, ઘોલાર હનુમાન ફળિયું, ખૂંધ જલારામનગર, સમરોલી
નવસારી : વિરાવળ કરિશ્મા ગાર્ડન, ક્રિષ્ણાપાર્ક સ્ટેશન નજીક, જલાલપોર ગૌરીશંકર મહોલ્લો, શિવદર્શન સોસાયટી ગણદેવી રોડ
વાંસદા : કૃષ્ણકુંજ વાંસદા
જલાલપોર : ચંદનવન સોસાયટી વિજલપોર
ખેરગામ : જામનપાડા ગાવડા ફળિયા
ગણદેવી : બીલીમોરા કૃષ્ણબાગ સોસાયટી

સુરતથી પાંચ સંક્રમિત, અગાઉની જેમ પુન: સુરત જોખમી બન્યું
નવસારી પંથકમાંથી વધુ સંખ્યામાં લોકો સુરત રોજીરોટી અર્થે જાય છે ત્યારે અગાઉ પણ ત્યાંથી સંક્રમણ નવસારીમાં ફેલાયું હતું. જે નવા 14 કેસ નોંધાયા તેમાં પણ પાંચ જણાં તો સુરતથી જ સંક્રમિત થયાનું જાણ‌વા મળ્યું છે. આગામી દિવસોમાં સુરત અવરજવર કરતા લોકો તકેદારી ન રાખે તો ત્યાંથી સંક્રમણ વધી શકે છે. હાલ સુરતમાં મોટી સંખ્યામાં કેસો બહાર આવી રહ્યા છે. એક જણ તો મુંબઈથી સંક્રમિત થયો હતો. મહારાષ્ટ્રથી આવનજાવન કરનારાના પણ જોખમી બની શકે છે.

ડાંગના ધુડાનો યુવાન પોઝિટિવ, એક્ટિવ કેસ 10
શુક્રવારે આહવા તાલુકાના ધુડા ગામના 23 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંક 180 પર પહોચ્યો છે. જેમાંથી 170 જેટલા દર્દી રિકવર થયા છે. જ્યારે હાલમાં 10 જેટલા કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો