તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના નવા 137 કેસ નોંધાયા

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1076 પર પહોંચી

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. આજે જિલ્લામાં નવા 137 કેસ નોંધાતા જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 3954 પર પહોંચી ચૂક્યો છે. જિલ્લામાં વધતા સંક્રમણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની શાળામાં કોવિડ કેર શરૂ થયા છે.જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1076પર પહોંચી ચૂકી છે. અત્યાર સુધીમાં 2762 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. આજે જિલ્લામાં કોરોનાથી બે મોત નોંધાયા છે. તેમજ જિલ્લામાં આજે કોરોનાની જંગ જીતનાર 95 લોકો ઘરે સાજા થઈ પરત ફર્યા હતા. મહત્વનું છે કે, નવસારી જિલ્લાના પાલિકા વિસ્તારોમાં વધતા સંક્રમણ પર કાબૂ આવે તે માટે દિવસે લોકડાઉન અને રાત્રીએ કરફ્યૂ અમલી કરવામાં આવ્યું છે. સાથે જ હવે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ લોકડાઉન અમલી બન્યુ છે. જેથી તંત્ર હવે કોરોનાની ચેન તૂટે તે માટે પ્રયત્નશીલ બન્યુ છે.

જિલ્લામાં વધુ 2 દર્દીના મૃત્યુ નોંધાયા
જિલ્લામાં કોરોનાની સારવાર લેતા વધુ 2 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. ખેરગામ તાલુકાના નાધઈના 51 વર્ષીય પુરુષ અને જલાલપોર તાલુકાના નાની પેથાણ ગામની 36 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. વધુ 2 મૃત્યુ સાથે જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક સરકારી ચોપડે 116 થયો છે.

13 મૃતદેહને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ
નવસારીના વિરાવળ સ્મશાનગૃહે એપ્રિલ મહિનામાં 451 જેટલા મૃતદેહોને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ અપાયા હતા. 1લી મે ના રોજ મે મહિનો શરૂ થયો હતો. આ મહિનાના પ્રથમ દિવસે જ 13 જેટલા મૃતદેહોને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો