તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે કોરોના પોઝિટિવના નવા 135 કેસ નોંધાયા

નવસારી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1080 પર પહોંચી

નવસારી જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 135 કેસ નોંધવાની સાથે કુલ કેસોની સંખ્યા 4 હજારની ઉપર પહોંચી ગઈ હતી. નવસારી જિલ્લામાં રવિવારે કે કેસો નોંધાયા હતા, તેમાં નવસારી શહેર તાલુકામાં 41 કેસ હતા. તાલુકાના શાહુ ગામના એક 5 વર્ષીય બાળકનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ઉપરાંત તાલુકાવાર જોઈએ તો વાંસદામાં 15, ગણદેવીમાં 26, ખેરગામમાં 9, ચીખલીમાં 35 અને જલાલપોરમાં 9 કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. આ વધુ 135 પોઝિટિવ કેસોની સાથે જિલ્લામાં કુલ કેસોનો આક 4089 ઉપર પહોંચી ગયો હતો.રવિવારે કોરોનાના કોઈ દર્દીનું મૃત્યુ નોંધાયું ન હતું.

કોરોનાની સારવાર લેતા વધુ 131 દર્દી રિકવર થયા હતા, જેની સાથે કુલ રિકવર દર્દીની સંખ્યા 2893 થઈ ગયા છે. હાલ 1080 એક્ટિવ કેસ રહ્યા છે. જેમાં મહત્તમ દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે, જ્યારે અન્ય દર્દીઓ નવસારી સિવિલ હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

અત્યાર સુધીમાં 2893 દર્દી કોરોનાને માત આપી સાજા થયા
જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 1080 પર પહોંચી ચૂકી છે. અત્યાર સુધીમાં 2893 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. આજે જિલ્લામાં કોરોનાથી બે મોત નોંધાયા છે. તેમજ જિલ્લામાં આજે કોરોનાની જંગ જીતનાર 131 લોકો ઘરે સાજા થઈ પરત ફર્યા હતા. આજે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. મહત્વનું છે કે, નવસારી જિલ્લાના પાલિકા વિસ્તારોમાં વધતા સંક્રમણ પર કાબૂ આવે તે માટે દિવસે લોકડાઉન અને રાત્રીએ કરફ્યૂ અમલી કરવામાં આવ્યું છે. સાથે જ હવે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ લોકડાઉન અમલી બન્યુ છે. જેથી તંત્ર હવે કોરોનાની ચેન તૂટે તે માટે પ્રયત્નશીલ બન્યુ છે.

કેસ વધુ હોવા છતાં ટેસ્ટ ઘટાડાયા
નવસારી જિલ્લામાં પોઝિટિવ કેસોમાં ઘટાડો થયો ન હોવા છતાં સરકારી કોવિડ ટેસ્ટમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. કેસ વધતા રોજ 3 હજાર જેટલા સેમ્પલ લઈ ટેસ્ટ કરાતા હતા.જે શુક્રવારે 2700 જેટલા અને શનિવારે 2500 કરાયા બાદ રવિવારે તો 1288 જેટલા જ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઘટાડો શા માટે કરાયો એ કારણ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો