વેરા પ્રોત્સાહન યોજના:શહેરમાં 13% મિલકતધારકોએ પાલિકાનો એડવાન્સ વેરો ભર્યો

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31 જુલાઈ સુધીની પ્રોત્સાહન યોજના હતી

નવસારીમાં નગરપાલિકાની વેરા પ્રોત્સાહક યોજનાનો અંદાજે 13 ટકા મિલકતધારકોએ લાભ લીધો છે.સરકારે અઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વેરા પ્રોત્સાહક યોજના જાહેર કરી હતી,જેની મુદત અગાઉ 31 મેં રાખવામાં આવી હતી ,જે વધારી 31 જુલાઈ કરવામાં આવી હતી.આ વધારવામાં આવેલ મુદતમાં જૂન અને જુલાઈ મહિનાના વળતરના અલગ અલગ સ્લેબ જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં 1થી 30 જૂન સુધીમાં વેરો એડવાન્સ ભરપાઈ કરનારને 7 ટકા વળતર અને ઓનલાઈન ભરનારને વધુ 5 ટકા વળતરની જાહેરાત થઈ હતી.

1થી 31 જુલાઈ સુધીમાં એડવાન્સ વેરો ભરનારને 5 ટકા વળતર અને આજ સમય સુધીમાં ઓનલાઈન ભરનારને વધુ 5 ટકા વળતરની જાહેરાત થઈ હતી. યોજનાની મુદત 31 જુલાઈ પુરી થઈ છે ત્યારે આ વેરા પ્રોત્સાહન યોજનાનો નવસારીમાં પણ મિલકતધારકોએ લાભ લીધો છે.શહેરના અંદાજે 15 હજાર લોકોએ લાભ લઇ હાલ સુધીમાં 4.11 કરોડ રૂપિયાનો વેરો ભરાયાનું જાણવા મળ્યું છે. આ પ્રોત્સાહન યોજના માત્ર વર્તમાન 2022-23ના વર્ષનો વેરો એડવાન્સ ભરનાર માટે જ હતી,અગાઉના વર્ષોની બાકી માટે ન હતી.નવસારી વિજલપોર પાલિકામાં અંદાજે 1.25 કરોડ જેટલી મિલકતો છે.

અન્ય સમાચારો પણ છે...