મંગળ ફરી અમંગળ:નવસારી જિલ્લામાં વધુ 13 કેસ પોઝિટિવ

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવર-મરોલીમાં એક જ દિવસમાં ત્રણ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું - Divya Bhaskar
મહુવર-મરોલીમાં એક જ દિવસમાં ત્રણ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું

જિલ્લામાં મંગળવારે એક જ દિવસે કોરોના વાઈરસના વધુ 13 કેસ બહાર આવ્યા હતા. નવસારી જિલ્લામાં અનલોક 2 માં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધતી રહી છે. મંગળવારે પણ વધુ 13 કેસ નોંધાયા હતા. જે કેસો વધ્યા તેમાં જલાલપોર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર મહુવરમાં 3, ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 4, બીલીમોરામાં 1, વિજલપોરમાં 2, ચીખલી તાલુકામાં 2 અને નવસારીમાં 1 કેસનો સમાવેશ થાય છે. ગણદેવી તાલુકામાં આતલિયા, દેવસર, ખારેલ અને ધમડાછા ગામમાંથી પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા. વિજલપોરમાં આશાપુરી સોસાયટી અને હનુમાન નગરમાં, ચીખલી તાલુકામાં ચીખલી ટાઉન અને પીપલગભણમાં, બીલીમોરાની શિવશક્તિ સોસાયટીમાં અને નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં કેસ નોંધાયા છે. મરોલી બજાર (મહુવર)વિસ્તારમાં જે કેસ નોંધાયા છે, તેમાં એક જનતા સોસાયટી, મહાવીર નગર અને સીએચસી ક્વાર્ટરમાંથી બહાર આવ્યા છે. આ ત્રણેય કેસમાં સુરતથી સંક્રમણ થયાનું જણાયું છે. મંગળવારના વધુ 13 કેસ સાથે જિલ્લામાં કુલ કેસોનો આક 180 ઉપર પહોંચી ગયો હતો. વધતા કેસોને કારણે હાલ 133 વિસ્તારને કન્ટેનમેન્ટમાં મુકવાની ફરજ પડી છે.

અન્ય સમાચારો પણ છે...