તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારીમાં આજે કોરોના પોઝિટિવના નવા 146 કેસ સામે 128 દર્દી ડિસ્ચાર્જ થયા, 1 દર્દીનું મોત થયું

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1225ને પાર પહોંચી

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં નવા 146 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 5155 પર પહોંચી ચૂક્યો છે. બીજી તરફ સુખદ સમાચાર કહી શકાય કે 128 દર્દીઓ કોરોનાને પછાડીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે.હાલમાં 19 જરૂરી વ્યવસાય જ કાર્યરતઅત્યાર સુધી 3801 દર્દીઓને રજા મળી છે. આજે કોરોનાથી 1 દર્દીનું મોત થયું છે. તેથી કુલ મૃત્યુ આંક 129 પર પહોંચ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસ પર નજર નાખીએ તો તેનો આંક 1225 છે. શહેરના વેપારીઓની માંગ છે કે તેમને સવારે 6 થી બપોર 2 વાગ્યા સુધી વેપાર કરવાની પરમિશન આપવામાં આવે. જેથી આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે તેમાં ક્યાંક રાહત મળે. અત્યાર સુધી આ મામલે કલેકટર કચેરીમાંથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જેથી હાલમાં 19 જરૂરી વ્યવસાય જ કાર્યરત છે. અને રાત્રી કરફ્યૂ પણ યથાવત રહેવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...