તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના નવા 128 કેસ, એક્ટિવ 1092

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજદિન સુધી 3009 લોકોએ કોરોનાને હરાવ્યો

નવસારી જિલ્લામાં સોમવારે વધુ 128 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેને લઇ તંત્રમાં ચિંતા વધી છે. તમામ પ્રયાસો છતાં હાલ કોરોના કાબૂ બહાર છે. જિલ્લામાં સોમવારે કુલ 2066 લોકોના સેમ્પલ લેવાયા હતા જેમા 128 પોઝીટીવ નોંધાયા હતા. નવસારી તાલુકામાં સૌથી 42 કેસ નોંધાયા હતા.

ગણદેવીમાં 31, જલાલપોરમાં 17, વાંસદામાં 16 અને ચીખલી તથા ખેરગામમાં 11-11 કેસ નોંધાયા હતા અને 116 દર્દીઓ કોરોનાને હરાવીને ઘરે પહોંચ્યા હતા. નવસારી જિલ્લામાં આજદિન સુધી કુલ 2,39,195 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 4217 લોકો પોઝીટીવ આવ્યા છે અને 3009 લોકોએ આજદિન સુધી કોરોનાને હરાવ્યો છે. મૃત્યુઆંકની વાત કરીએ તો સરકારી ચોપડે કુલ 116 લોકોના મૃત્યું નોંધાયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો હાલમાં નવસારી ખાતે 1092 પોઝીટીવ કેસો છે અને તેમની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો