નવસારી જિલ્લામાં ગુરૂવારે 12638 જણાએ કોવિડ રસી લીધી હતી. રસી માટે અનેક સેન્ટરો પર કતાર જોવા મળી હતી.બુધવારે મહદઅંશે બીજો ડોઝની રસી અપાયા બાદ ગુરૂવારે પહેલો ડોઝ અપાયો હતો. ગુરૂવારે કુલ 12638 જણાએ રસી લીધી હતી,જેમાં 12076 જણાએ પહેલો ડોઝ અને 562 જણાએ બીજો ડોઝ લીધો હતો.
તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 2785, જલાલપોરમાં 2696, ગણદેવીમાં 2385, ચીખલીમાં 1746, ખેરગામમાં 700 અને વાંસદા તાલુકામાં 2326 જણાએ રસી લીધી હતી.જે કુલ રસીકરણ થયું તેમાં 18થી 44 વર્ષ વચ્ચેના જ 8960 જણાએ રસી લીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં હાલ રસીકરણ કરાવવા લોકોનો ભારે ધસારો થઈ રહ્યો છે અને અનેક રસીકરણ સેન્ટરો પર લાંબી કતાર જોવા મળી રહી છે. કેટલાક સેન્ટરો પર લોકોને કલાકો સુધી કતારમાં ઉભુ રહેવુ પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.