તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા તુટી:કોરોનાના કારણે પારસી સમાજની 110 વર્ષ જૂની પ્રથા મોકૂફ, વરસાદ શરૂ થાય તે માટે શ્વાનને અપાય છે ખીચડી

નવસારી3 મહિનો પહેલા
  • નવસારી જિલ્લામાં વર્ષો જુની પારસીઓની પરંપરા ઘી ખીચડી ઇતિહાસમાં સતત બીજા વર્ષે બંધ

કોરોના વાયરસની મહામારીના કારણે અનેક ધાર્મિક પ્રસંગો ઉપર પ્રતિબંધ લાગી ગયો છે. જેમાં નવસારી જિલ્લામાં 110 વર્ષ જુની પારસીઓની પરંપરા ઘી ખીચડી ઇતિહાસમાં સતત બીજા વર્ષે મોકૂફ રહેતા પારસી સમાજમાં દુઃખ જોવા મળી રહ્યું છે.

એક દંતકથા અનુસાર ઈસ્ 1801 ની સાલમાં દુકાળ પડ્યો હતો

ઈરાનથી ભારતમાં આવીને વસેલા પ્રકૃતિ પ્રેમી પારસી સમાજ આજે પણ પોતાના વારસાને સાચવી રહ્યાં છે. હાલ પારસીઓના પવિત્ર બમન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં આજે બમન રોજ તરીકે ઉજવાય છે. જેમાં વર્તમાન માસમાં પરસીઓમાં માંસાહાર કરતા નથી અને આ મહિનામાં પારસી સમાજ દ્વારા વરુણ દેવતાને રીઝવવા માટે ઘી ખીચડીનો તહેવાર ઉજવે છે. એક દંતકથા અનુસાર ઈસ્ 1801 ની સાલમાં દુકાળ પડ્યો હતો અને નવસારીના પારસી સમુદાય દ્વારા વરુણ દેવને રીઝવવા માટે ઘરે ઘરે જઈ દાળ ચોખા, ધી ઉઘરાવીને શ્વાનને ખવડાવતા વરસાદ આવ્યો હતો.

ઘી ખીચડી માટે સિધુ ઉઘરાવાનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો

દયાળુ અને શાંતિપ્રિય ગણાતો પારસી સમાજ સમગ્ર વિશ્વની શાંતિ અને માનવજીવન ટકાવી રાખવા માટે વર્ષા રાણીને દર વર્ષે બમન માસમાં રિઝવવાની પરંપરાને અનુસરે છે. અન્ન હોય તોજ જીવન ટકી શકે તેના માટે વરસાદ વર્ષે તો જ અનાજ પાકે અને ધરતી પર માનવજીન ટકી શકે તે માટે પારસી સમાજની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ જયારે મનુષ્યને માથે જ્યારે પણ આફત આવે છે ત્યારે તે કુદરત સામે મીટ માંડે છે, પણ કુદરત રુઠે તો મનુષ્ય મોટી મુશ્કેલીમાં મુકાય છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ છે, કોરોના જેને હજારો વર્ષોની પરંપરાઓને તોડી છે. ત્યારે પારસી સમાજનો ઘી ખીચડીનો કાર્યક્રમ મોકૂફ રહેતા તેઓ પોતાના ઇષ્ટદેવને કોરોની આફત વિશ્વ માટે ટાળે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

વર્ષા રાણીને દર વર્ષે બમન માસમાં રિઝવવાની પરંપરા

બહમન માસનું આગમન અને બહમન રોજના દિવસે મેઘરાજાને રિઝવે છે
બહમન માસનું આગમન અને બહમન રોજના દિવસે મેઘરાજાને રિઝવે છે

આ માસમાં પારસી સમાજમાં માસાહાર આરોગતા નથી

પારસી અગ્રણી કેરસી દેબુના જણાવ્યા મુજબ આ માસમાં પારસી સમાજમાં માસાહાર આરોગતા નથી. અને પવિત્ર માસ હોવાથી તેઓ જેમાં આસ્થા ધરાવે છે તેમનું પૂજન કરે છે. સાથે જ પ્રાણીઓનું રક્ષણ થાય તે માટે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. આજથી અનેક વર્ષો પહેલા દુકાળ પડયો હતો. જેને લઇને પારસી સમાજે ભેગા થઈને બાધા માની હતી કે જો બમન માસના બમન દિવસે વરસાદ થશે તો સમગ્ર સમાજ લોકો પાસેથી ચોખા અને દાળ ઉઘરાવીને ખીચડી બનાવી શ્વાનને પીરસશે. ત્યારબાદ ચમત્કારિક રીતે વરસાદ થતાં ત્યારથી અત્યાર સુધી આ પરંપરા ચાલી આવી છે. પણ કોરોનાની મહામારી લીધે પારસી સમાજ જે સતત બીજા વર્ષે આ કાર્યક્રમ કરવાનું ટાળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...