બીલીમોરા ગૌહરબાગ રાજવી કોમ્પ્લેક્સ બીજો માળે રહેતા રાજેન્દ્ર દેવીદાસ નાયકે (ઉ.વ. 65) બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત 24મી એપ્રિલના રોજ ઘર બંધ કરી તેમની પત્ની વર્ષાબેન સાથે ચીખલી રહેતા તેમના સંબંધીને ત્યાં કામ અર્થે ગયા હતા. તેમના ઘરે ઘરકામ કરવા આવતા બેન તેમનું રોજીંદુ કામ પતાવી ઘરને તાળું મારી 12 કલાકે જતા રહ્યા હતા.
ચીખલીથી રાજેન્દ્રભાઈ અને વર્ષાબેન સાંજે 5 વાગ્યે ઘરે પરત ફર્યા હતા. રૂ.1.10 લાખ રોકડા ગુમ હતા. તસ્કરો ફ્લેટના દરવાજાનું સેન્ટર લોક કોઈ ધારદાર સાધનથી કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સામાજિક કામ અર્થે બહારગામ ગયા હોવાથી 3જી મેએ બીલીમોરા પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
LCBએ બે આરોપીની અટક કરી
બીલીમોરામાં 24 એપ્રિલના રોજ થયેલ ચોરી બાબતે એલસીબીએ તપાસ કરતા રાજા રમેશ રાજભર રહે. વલસાડ અને આકાશ મંડલ રહે. મુંબઇની અટક કરી હતી. એલસીબી પોલીસે જણાવ્યું કે, બંને યુવાનો કાર લઇ ચોરી કરવા આવતા હતા. મોટેભાગે દિવસ દરમિયાન ચોરીને અંજામ આપતા હતા. હાલમાં નવસારી ટાઉન અને બીલીમોરાનો ગુનો ડિટેક્ટ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.