તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:નવસારીમાં 2 દિવસમાં 11 કેસ પોઝિટિવ

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ કેસ 1694, એક્ટિવ કેસ 68, સતત કેસ વધતા સેમ્પલની સંખ્યા વધારાઇ

નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના કેસ 11 આવ્યા છે. જેમાં હોળીના દિવસે સેમ્પલ લેવામાં આવ્યા બાદ 1, જયારે ધૂળેટીના દિવસે સેમ્પલ પૈકી 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસનો આંક 1694 નોંધાયો હતો. મંગળવારે 4 દર્દી સારવાર લઇ ઘરે પરત ફર્યા છે ત્યારે સાજા થયેલા દર્દીનો કુલ આંક 1524 થયો છે. જ્યારે 102 જેટલા દર્દીના સારવાર દરમિયાન મોત થયા હતા.

નવસારી આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતી મુજબ હોળી અને ધૂળેટી પર્વે એમ બે દિવસમાં 11 પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 1694 થયો છે. મંગળવારે 4 દર્દી સારા થતા સારા થયેલા દર્દીની સંખ્યા 1524 થઈ છે. જ્યારે એક્ટિવ કેસ 68 છે. નવસારી જિલ્લામાં હમણાં સુધીમાં કોરોનામાં 160344 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 157274 નેગેટિવ આવ્યા હતા.

જોકે ગત સપ્તાહે કોરોનાના કેસ ડબલ ફિગરે પહોંચતા આરોગ્ય વિભાગે સેમ્પલની સંખ્યા 1 હજારથી વધુ કરી દીધી હોવાની માહિતી મળી છે. બીજી તરફ મહારાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું ચેકિંગ પણ તંત્રએ સધન બનાવ્યું છે. જોકે સુરત તરફથી આવતા કેસ રોકવા નક્કર આયોજન જરૂરી છે.

સંક્રમણ ન ફેલાય તે માટે દાંડી અને ઉભરાંટ બીચ બંધ
નવસારી કલેકટરના આદેશ મુજબ હાલ કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ હોય જિલ્લામાં આવેલા દાંડી અને ઉભરાટ દરિયો કિનારો પ્રવાસીઓ ફરવા માટે બંધ કરવામાં આવ્યો હોવાનું પોલીસ મથકેથી માહિતી મળી હતી.

3જી એપ્રિલે દાંડીયાત્રામાં આવનારા લોકોના RTPCR ટેસ્ટ બાદ પ્રવેશ આપવા રજૂઆત
નવસારીમાં સેવા સંસ્થાના એડવોકેટ કનુભાઈ સુખડીયાએ હાલ કોરોનાના કારણે દાંડીયાત્રા 3જી એપ્રિલે નવસારી જિલ્લામાં પ્રવેશી રહી છે ત્યારે અમદાવાદથી અને અન્ય જિલ્લામાંથી આવનારા લોકોના RTPCR ટેસ્ટ કર્યા બાદ જ નવસારીમાં પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેથી કોરોના સંક્રમણ ઘટી શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો