તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:નવસારી નગરપાલિકા ચૂંટણીમાં 52 બેઠક માટે શુક્રવારે એક જ દિવસે 105 ઉમેદવારે ફોર્મ ભર્યા

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના 59, કોંગ્રેસના 33, આપના 23 અને અપક્ષ સહિતનાએ 4 ફોર્મ ભરી દીધા છે, પક્ષના ડમી ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા
 • ઉમેદવારીપત્રક ભરવાના પ્રથમ 4 દિવસ ખૂબ ઓછા ફોર્મ ભરાયા બાદ શુક્રવારે ફોર્મ ભરવા ધસારો થતાં કુલ 119 ફાેર્મ આવ્યાં

નવસારી વિજલપોર નગરપાલિકાની ચૂંટણીમાં 4 દિવસ ઉમેદવારીપત્રક ખૂબ ઓછા ભરાયા બાદ શુક્રવારે ફોર્મ ભરવા ધસારો થયો હતો અને કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે 105 ફોર્મ ભરાયા હતા. નવરચિત નવસારી વિજલપોર નગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે યોજાઈ રહેલ ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાની મુદત આમ તો 8 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. જોકે 8 થી 11 ફેબ્રુઆરીના પ્રથમ 4 દિવસમાં 14 ઉમેદવારીપત્રક જ ભરાયા હતા.જોકે ફોર્મ ભરવાના 12 અને 13 ફેબ્રુઆરી એમ માત્ર બે દિવસ જ બાકી રહેતા અને રાજકીય પક્ષના મહત્તમ ઉમેદવાર જાહેર થતા 12મીને શુક્રવારે ફોર્મ ભરવા ધસારો થયો હતો. શુક્રવારે એક જ દિવસે 105 ઉમેદવારોએ પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરી દીધા હતા.

આ 105 ઉમેદવારો સાથે શુક્રવાર સુધીમાં કુલ 119 ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા. સૌથી વધુ ભાજપના 59 ફોર્મ ભરાયા હતા.આ ઉપરાંત કોંગ્રેસના 33, આમ આદમી પાર્ટીના 23 અને 4 ફોર્મ અપક્ષ યા અન્યના ભરાયા હતા.અનેક ટેકેદારો પોતાના ટેકેદારો સાથે નવસારી પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા ગયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે જે ફોર્મ ભરાયા છે તેમા રાજકીય પક્ષે જાહેર કરેલ સત્તાવાર ઉમેદવાર ઉપરાંત દમી ઉમેદવાર પણ છે. જોકે સ્પષ્ટ ચિત્ર આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને મેન્ડેટ અપાયા બાદ સ્પષ્ટ થશે.

કોંગ્રેસના 15 ઉમેદવારનું સસ્પેન્સ હજુ યથાવત
પાલિકાની ચૂંટણી માટે કુલ 52 બેઠક માટે કોંગ્રેસે 37 ઉમેદવારોના નામ ગુરુવારે જાહેર કર્યા બાદ શુક્રવારે વધુ નામ જાહેર થશે એવી શક્યતા હતી,જોકે એક યા બીજા કારણે શુક્રવાર સાંજ સુધીમાં વધુ નામ જાહેર કર્યા ન હતા.બાકી નામને લઈ શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

આજે ઉમેદવારીપત્ર ભરવાનાે છેલ્લો દિવસ
પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની મુદત 8થી 13 ફેબ્રુઆરી હોય 13મીએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.આ સ્થિતિમાં 13મીએ છેલ્લા દિવસે ફોર્મ ભરવા ધસારો થશે.

છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાશે?
ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ અનેક વોર્ડમાં બબાલ થઈ છે,આ સ્થિતિમાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાશે કે નહીં એ ચર્ચાનો વિષય છે.કોંગ્રેસ પણ ઉમેદવાર બદલશે કે નહીં તે જોવું રહ્યું.

ભાજપના બાકી એક ઉમેદવાર પણ જાહેર
ભારતીય જનતા પાર્ટીએ આમ તો પાલિકાના 52માંથી 51 ઉમેદવારોના નામ તો બુધવારે જ જાહેર કરી દીધા હતા, કબીલપોર -ચોવીસી વિસ્તાર જે વોર્ડમાં આવે છે એ વોર્ડ 5 ના એક ઉમેદવારનું નામ જાહેર કર્યું ન હતું,જે ગુરુવારે રાત્રે જાહેર કરી દીધું હતું.જેમાં સ્ત્રી બેઠક ઉપર પક્ષના ઉમેદવાર તરીકે હેતલબેન નિલેશભાઈ પટેલ(ગાંધી)ને જાહેર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો