અધિકારીઓએ મહોર મારી:નવસારી વિજલપોર વિસ્તારમાં 1042 લાખના વિકાસના કામો મંજૂર

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાંત્રિક સમિતિની મિટીંગમાં અધિકારીઓએ મહોર મારી

નવસારી-વિજલપોર પાલિકામાં 14 અને 15 નાણાંપંચના મળી કુલ 1042 લાખના કામોને મંજૂરી તાજેતરમાં મળેલી મિટીંગમાં આપવામાં આવી હતી. નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર જે.યુ. વસાવા જણાવે છે કે, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના પરિપત્ર મુજબ દરેક નગરપાલિકામાં 50 લાખના કામો માટેની તાંત્રિક સમિતિ નગરપાલિકાએ કક્ષાએ બનાવવામાં આવી હતી.

જે અન્વયે બુધવારનાં રોજ નવસારી-વિજલપોર નગરપાલિકાની તાંત્રિક સમિતિની બેઠક ચીફ ઓફિસર નવસારી- વિજલપોર નગરપાલિકાનાં અધ્યક્ષ સ્થાને તેમજ પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાની કચેરી સુરતના નાયબ કાર્યપાલક ઇજનેર, નગરપાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર શશીકાંત પટેલ, કિંજલ પટેલ તથા નગરપાલિકાના હિસાબનીશ હરીશ ઠાકરેની ઉપસ્થિતિમાં મળી હતી, જેમાં વિવિધ યોજનાકીય કામો જેવા કે 14મા નાણાપંચની ગ્રાંટ અંતર્ગત રસ્તાનાં 353 લાખનાં કામો, બ્લોક પેવીંગનાં 328.47 લાખના કામો, વરસાદી ગટરના 73.99 લાખના કામો, ડ્રેનજ લાઇનનાં 23.45 લાખના કામો, 15મા નાણાપંચની ગ્રાંટ અંતર્ગત ડ્રેનેજ લાઇનની કામગીરી માટે 128.44 લાખના કામો, વિવિધ શાખા માટે જરૂરિયાત મુજબના વાહનો ખરીદ કરવા કામે 90 લાખના કામો, 174-જલાલપોર ધારાસભ્ય ફંડ અંતર્ગત બાંકડાની ખરીદી માટે 10 લાખના કામો તેમજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટીમાં જનભાગીદારી હેઠળ ડ્રેનેજ લાઇનનાં 35.07 લાખના કામો મળી કુલ 1042 લાખના કામોની મંજૂરી આપવામાં આવી હતી. ચીફ ઓફિસરે તમામ ઉપસ્થિત અધિકારી-પદાધિકારીનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...