તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:3 દિવસમાં કુલ 149માંથી 102 45 વર્ષથી નીચેની વયના સંક્રમિત

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 45 વર્ષથી ઉપરની વયના લોકોને વેક્સિનેશન

નવસારી જિલ્લામાં કોરોનાથી રક્ષણ આપવા વેક્સિન 45 વર્ષથી વધુની વયનાને અપાઈ રહી છે ત્યાં હાલ વધુ પોઝિટિવ કેસો 45 થી નીચેની વયના નોંધાઈ રહ્યા છે. નવસારી જિલ્લામાં 3 મહિનાથી કોવિડ વેક્સિન અપાઈ રહી રહી છે. પ્રથમ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન અપાયા બાદ 60 વર્ષથી ઉપરના અને 45 ઉપરના કોમોરબીડને વેક્સિન અપાઈ હતી. 1, એપ્રિલથી 45 વર્ષથી ઉપરનાને વેક્સિન અપાઈ રહી છે.

ઉલ્લેખનીય વાત એ છે કે, જ્યાં 45 વર્ષથી ઉપરનાને વેક્સિન આપી હાલ કોરોનાથી રક્ષિત કરાઈ રહ્યા છે, ત્યાં નવા પોઝિટિવ કેસો સરકારી ચોપડે નોંધાઈ રહ્યા છે. તેમાં 45 વર્ષથી નીચેની ઉંમરના વધુ છે. છેલ્લા 3 દિવસના જિલ્લામાં નોંધાયેલ કેસોમાં 45 વર્ષથી નીચેના કેસ જોઈએ તો 12મીએ 47માંથી 34, 13મીએ 44માંથી 32 અને 14 એપ્રિલે નોંધાયેલ 58 કેસોમાં 35 પોઝિટિવ કેસ 45 થી નીચેની વયનામાં આવ્યા હતા. છેલ્લા 3 દિવસમાં કુલ 149માંથી 102 કેસ (68 ટકા)45 વર્ષથી નીચેની વયના લોકોમાં આવ્યા છે, જે બાબત ચિંતાજનક છે.45થી નીચેની વયનાને વેક્સિન હજુ મળતી ન હોય કોવિડમાં વધુ અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે.

ઓછી વયના માટે વેક્સિન કાર્યક્રમ નહિ
દિવસે દિવસે ઓછી વયના લોકો કોરોના સંક્રમિત વધુ બની રહ્યા છે ત્યારે આ લોકોને કોરોનાથી રક્ષણ આપવા તેમને વેક્સિન આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. જોકે 45 વર્ષથી નીચેની વયના લોકોને કોવિડ વેક્સિન આપવાનો કોઈ કાર્યક્રમ જાહેર થયો ન હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો