રક્તદાન:વિજલપોરમાં આશાપુરી યુવક મંડળ દ્વારા 101 યુનિટ રક્ત એકત્ર

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીના વિજલપોર સ્થિત આશાપુરી યુવક મંડળ છેલ્લા 40 વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે. તેમણે રક્તદાન શિબિર યોજવાનો નિર્ણય કર્યો હતો. મંડળના યુવાનો દ્વારા આ રક્તદાન શિબિરમાં 101 યુનિટ રક્ત એકત્ર કર્યુ હતું. યુવાનોના સુંદર આયોજનની સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન સાથે માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ પણ દરેક રક્તદાતાને કરાયું હતું. આ શિબિરમાં યુવાનોની સાથે મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું.

આશાપુરી સોસાયટીમાં આયોજીત રક્તદાન શિબિર માલવ નાયક, અમિત રાણા, અક્ષિત નાયક, ધર્મેશ લાડ, નીલ નાયક, આનંદ નાયકની આગેવાનીમાં થયું હતું. મંડળના યુવાનોએ જણાવ્યું હતું કે, હવેથી અમે દર વર્ષે ગણેશ ઉત્સવમાં રક્તદાન શિબિરનું આયોજન કરીશું અને બને તેટલું વધારે રક્તદાન કરીશું. આ સાથે જ તેમણે દરેક રક્તદાતા અને નવસારી રેડક્રોસ અને તેમના દરેક કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો. તો રેડક્રોસ નવસારીના સહમંત્રી જશુભાઇ નાયકે પણ યુવાનોની કામગીરીને વખાણી હતી.

અન્ય સમાચારો પણ છે...