તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:નવસારીમાં રજીસ્ટર થયેલા 1000 હેલ્થ કર્મચારીએ વેક્સિન ન લીધી

નવસારી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રજીસ્ટર થયેલા 10443માંથી 9465એ પ્રથમ ડોઝ લીધો
 • કેટલાકે ઇનકાર કર્યો તો કેટલાકે ધારાધોરણના લીધે ન લીધી

નવસારી જિલ્લામાં હેલ્થવર્કરોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાનો કાર્યક્રમ લગભગ પૂરો થઈ ગયો છે, ત્યારે રજીસ્ટર થયેલા માંથી અંદાજે 1 હજાર હેલ્થકર્મીએ વેક્સિન ન લીધાની જાણકારી મળી છે. 16 જાન્યુઆરીથી સમગ્ર દેશની સાથે નવસારી જિલ્લામાં પણ કોવિડ વેક્સિનેસન શરૂ કરાયું હતું અને શરૂઆતમાં હેલ્થકર્મીઓને વેક્સિન આપવાનું શરૂ કરાયું હતું. હેલ્થકર્મીમાં સરકારી અને ખાનગી બન્ને હેલ્થકર્મીનો સમાવેશ કરાયો હતો. હેલ્થકર્મીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી 12મી સુધી લગભગ ચાલી હતી. હવે પ્રથમ ડોઝની કામગીરી બંધ થઈ ગઈ છે.

જિલ્લામાં હેલ્થકર્મીઓ વેક્સિનેસન માટે 10443 રજીસ્ટર કરાયા હતા, જેમાંથી પ્રથમ ડોઝ 9465 જણાએ લીધો છે. અંદાજે 1 હજાર રજીસ્ટર થયેલ હેલ્થકર્મીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો નથી. જોકે પ્રથમ ડોઝ ન લેનારામાં બધાએ ઇનકાર કર્યો હોય એમ પણ નથી. કેટલાય હેલ્થકર્મી સરકારના ધારાધોરણ મુજબ હેલ્થના કારણોસર વેક્સિન લેવા પાત્ર ન હતા. જોકે કેટલાકે ઇનકાર પણ કર્યો હતો.

સૌથી વધુ ગણદેવી, સૌથી ઓછું વાંસદામાં
જિલ્લાના 6 તાલુકામાં થયેલ વેક્સિનેસનની ટકાવારીમાં તફાવત છે. સૌથી વધુ ગણદેવીમાં 98.80 ટકા અને સૌથી ઓછું વાંસદામાં 82.93 ટકા થયું છે. અન્ય તાલુકાઓમાં નવસારીમાં 92.14, જલાલપોરમાં 90.49, ચીખલીમાં 87.94 અને ખેરગામમાં 90.50 ટકા નોંધાયું છે. જિલ્લામાં 90.63.ટકા થયું છે.

વેક્સિનની ગેરસમજ સમજાવટથી દૂર
આમ તો જાન્યુઆરીના અંત યા ફેબ્રુઆરીની શરૂઆતમાં તો વેક્સિનેસનની ટકાવારી પ્રમાણમાં ઓછી હતી. અનેક લોકોમાં ગેરસમજ પણ વેક્સિનેશન લઈને હતી. જોકે સમજાવટથી ગેરસમજ દૂર કરાતા અગાઉ વેક્સિન ન લેનારાએ પણ વેક્સિન લીધી હતી.

704 હેલ્થકર્મીએ બીજો ડોઝ લીધો
પ્રથમ ડોઝ પૂર્ણ થયા બાદ જિલ્લામાં 15મી ફેબ્રુઆરીથી હેલ્થવર્કરોને વેક્સિનનો બીજો ડોઝ પણ અપાઈ રહ્યો છે. ગુરુવારે નવસારીમાં 100 જણાને અને ચીખલીમાં વધુ 99 હેલ્થવર્કરોને બીજો ડોઝ અપાયો હતો. જેની સાથે જિલ્લામાં કુલ 704 હેલ્થકર્મીને વેક્સિનનો બીજો ડોઝ પણ અપાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો