ઉતરાયણના સૂર્યનમસ્કાર:સૂર્ય નારાયણને નવસારીમાં 100 યોગાર્થીઓએ ફૂલગુલાબી ઠંડીમાં 51 સૂર્ય નમસ્કાર કરી અનેરી ઉર્જા સાથે વંદન કર્યા

નવસારી18 દિવસ પહેલા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાને લઇ ઉત્તરાયણના પાવન પર્વ પર નવસારીના લુન્સીકુઈ મેદાનમાં નવસારી સેન્ટર દ્વારા 100 યોગાર્થીઓ સાથે 51 સૂર્ય નમસ્કારનું આયોજન કર્યુ હતું. લુન્સીકુઈ મેદાનમાં ઉગતા સૂર્યની સામે સૂર્ય મંત્રોચ્ચાર સાથે યોગાર્થીઓએ કડકડતી ઠંડીમાં ઉત્સાહ સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા. યોગ શરીરને સ્વસ્થ રાખવામાં ઉત્તમ છે.

યોગ દ્વારા અનેક જૂની બીમારીઓ કંટ્રોલ થવા સાથે દૂર થઈ હોવાના પણ દાખલા છે. ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબીટીસ જેવી બીમારીમાં યોગને કારણે લોકો દવા લેતા બંધ થયા છે. સૂર્ય નમસ્કારમાં મુસ્લિમ વૃદ્ધ પણ ઉત્સાહ સાથે યોગના સ્ટેપ્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે ઉત્તરાયણ પર યોજાયેલા 51 સૂર્ય નમસ્કાર કરી મહિલાઓ સહિત વૃદ્ધોએ અનેરી ઉર્જા સાથે સૂર્ય નારાયણને વંદન કર્યા હતા. જેની સાથે નવસારી સબજેલના કદીઓએ પણ સૂર્ય નમસ્કાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...