તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીકરણનું મેણુ ભાંગ્યું:100 ટકા આદિવાસી વસતીવાળા કેલીયા ગામમાં 100% રસીકરણ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18+ના 638, 45+ 285, 60+ 181 લોકોએ રસી લીધી

નવસારી જિલ્લામાં બહુમતી વસતી આદિવાસીઓની હોય જિલ્લો આદિવાસી જિલ્લો પણ કહેવાય છે. જોકે રસીકરણની શરૂઆતમાં આદિવાસીઓનું રસીકરણ ઓછું હતું અને ઘણાં આદિવાસીઓ એક યા બીજા કારણે રસી નહીં મુકાવી રહ્યાંની પણ ચર્ચા થઈ રહી હતી. જોકે હવે જિલ્લાના જ એક 100 ટકા આદિવાસીઓની વસતી ધરાવતા કેલીયા ગામે 100 ટકા કોવિડ રસીકરણની સિદ્ધિ હાંસલ કરી લીધી છે.

વાંસદા તાલુકાના કેલીયા ગામની વસતી તો 1664 છે પણ રસીકરણ કરાવવા પાત્ર લોકોની સંખ્યા 1104 છે. આ રસીકરણપાત્ર તમામ લોકોએ રસી મુકાવી લીધી છે. જેમાં 18+ના 638, 45+ના 285 અને 60+ના 181 લોકોનો સમાવેશ થાય છે. 100 ટકા રસીકરણની સિદ્ધિ મેળવવામાં ગામના સરપંચ, તલાટી, શિક્ષકો, આંગણવાડી વર્કરો, આરોગ્ય સ્ટાફ વગેરેએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી.

જિલ્લામાં 100 ટકા રસીકરણવાળું ત્રીજું ગામ
100 ટકા રસીકરણવાળું જિલ્લાનું ત્રીજું ગામ કેલીયા બન્યું છે. આ અગાઉ જલાલપોર તાલુકાનું ભૂતસાડ અને ગણદેવી તાલુકાનું મોહનપુરમાં 100 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...