તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:નવસારીના 41 ગામમાં 100% અને 27 ગામમાં 90% થી વધુ રસીકરણ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 11 દિવસમાં 11 ગામે 100 ટકાની સિદ્ધિ મેળવી

નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ રસીકરણ વેગવંતુ બન્યું છે અને છેલ્લા 11 દિવસમાં વધુ 11 ગામે 100 ટકા રસીકરણની સિદ્ધિ હાંસલ કરતા 100 ટકાના જૂથમાં કુલ 41 ગામ થઈ ગયા છે. નવસારી જિલ્લામાં 16 જાન્યુઆરીથી શરૂ થયેલ રસીકરણ અંતર્ગત 4 જૂનથી 18+નું રસીકરણ શરૂ થયું હતું. 6 જુલાઈએ જિલ્લામાં જલાલપોરનું ભૂતસાડ ગામ સૌ પ્રથમ 100 ટકા રસીકરણવાળું ગામ બન્યું હતું, 14 ઓગસ્ટ સુધીમાં 29 ગામોમાં 100 ટકા થઈ ગયું હતું.

છેલ્લા 11 દિવસમાં વધુ 11 ગામે 100 ટકાની સિદ્ધિ હાંસલ કરતા કુલ ગામો 41 થઈ ગયા છે.જે વધુ ગામોમાં હાલ 100 ટકા રસીકરણ થઈ ગયું તેમાં કિલાદ, ધામણ, ટોળી, દાતેજ, વાડા, સુપા, ઉઢવણ, ચિતાલી, વનારસી, મલવાડા, બોડવાકનો સમાવેશ થાય છે. વધુ 27 ગામમાં 90 ટકાથી વધુ રસીકરણ પૂર્ણ થઈ ગયું છે અને આ ગામોમાં પણ નજીકના દિવસોમાં 100 ટકા રસીકરણ થઈ જશે.

90થી 100 ટકા વચ્ચેવાળા ગામો

  • જલાલપોર : ખંભલાવ, સુલતાનપુર, દાંડી, સામાપોર, કરાડી, દીપલા, વાંસી, ઉભરાટ, દાંતી, ભાઠા, પરસોલી, ચીજગામ, કણિયેટ, મટવાડ
  • નવસારી : તીઘરા
  • ચીખલી : આમધરા, ચીમલા, થાલા, રેઠવાણિયા
  • ગણદેવી : બીગરી, ખાપરવાડા, ધનોરી, અમલસાડ, ધમડાછા, વાસણ, વાડી, વગલવાડ

પહેલો ડોઝ લેનારા 7 લાખની નજીક
જિલ્લામાં પહેલા અને બીજા બંને ડોઝનું રસીકરણ ચાલી રહ્યું છે. જિલ્લામાં 18+ની કુલ સંખ્યા 10.32 લાખ છે, જેમાંથી 7 લાખની નજીક લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. બીજો ડોઝ પણ લગભગ અઢી લાખે લઈ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...