રસીકરણ:વેક્સિન લેવા માટે લોકોમાં પડાપડી, જિલ્લાના 24 ગામોમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પછાત વિસ્તારમાં રસીકરણનું પ્રમાણ વધારવા માગ

નવસારી જિલ્લામાં બીજી લહેર ઓસર્યા બાદ વેક્સિનેશન માટે જાગૃતિ જોવા મળી છે. લોકો સ્વયંભૂ વેકસીનેશન સેન્ટર પર લાઈન લગાવીને પ્રથમ અને બીજો ડોઝ લગાવી રહ્યા છે. એક સમયે ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનેશન માટે લોકોમાં ભય હતો અને શહેરી વિસ્તારના લોકો ગ્રામ્ય વિસ્તારોમાં જઈને હળવાશનો લાભ લઇ ત્યાં ડોઝ લગાવતા હતા પણ હવે સ્થિતિ બદલાઈ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો સંભવિત ત્રીજી લહેર આવે તે પહેલાં જ વેક્સિનેશનના ડોઝ લગાવી રહ્યા છે જેના પરિણામ સ્વરૂપ નવસારી જિલ્લાના 24 ગામો 100% વેકસીનેશન થતા આરોગ્ય વિભાગ હળવાશ અનુભવી રહ્યા છે.

નવસારી તાલુકાના ગામો અવ્વલ

નવસારી જિલ્લામાં સૌથી પહેલાં 100% વેકસીનેશન ક્રમાંકમાં સામેલ થનાર નવસારી ના તાલુકા ના 10 ગામો,ત્યારબાદ વાંસદા તાલુકાના 5 ગામો,ખેરગામના 2, જલાલપુર ના 2,ગણદેવીના 2 અને ચીખલી તાલુકાના 3 ગામોનો સમાવેશ થયો છે.

પછાત વિસ્તારોમાં વેક્સિનેશન માટે આવેદન

વોર્ડ નંબર 13 સમાવિષ્ટ પછાત વિસ્તારોમાં પણ 500 થી વધુ પરિવારોને વેક્સિનેશન થયું નથી. તેમને વહેલીતકે ડોઝ લાગે તે માટે કેમ્પનું આયોજન આરોગ્ય વિભાગ કરે તે માટે ત્રણ નગરસેવક વિજય રાઠોડ, પ્રીતિ અમીન અને જાગૃતિ શેઠ મળીને જિલ્લા આરોગ્ય અધિકારી ડી એચ ભાવસારને આજે એક આવેદનપત્ર આપ્યું છે. જેમાં દશેરા ટેકરી,અલીફ નગર,પંડિત દીનદયાળ નગર રામજી ખત્રી, ની વાડી ઇટાળવા ગામ ના તમામ હળપતિવાસ ડોશી ફળિયું તેમજ તમામ વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોએ જેઓ મોબાઈલથી રજીસ્ટ્રેશન નથી કરાવી શકતા તેમના માટે કેમ્પ યોજાય તેને લઈને આવેદન અપાયુ છે. નગરસેવક વિજય રાઠોડના જણાવ્યા મુજબ અમારા વોર્ડમાં કેટલાક વિસ્તારોમાં વસતા લોકોમાં નિરક્ષરતા છે જેને લઇને તેવો મોબાઈલથી રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી જેને લઇને લેવા માટે તેમને તકલીફ પડી રહી છે જેથી અમે આરોગ્ય વિભાગને આવેદન આપીને માંગ કરી છે કે આ વિસ્તારમાં કેમ્પ યોજાય છે જેમાં ગરીબ અને પછાત વિસ્તારના લોકોને પણ પ્રથમ અને બીજો ડોઝ સહેલાઈથી મળી શકે.

અન્ય સમાચારો પણ છે...