તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિ:શુલ્ક સેવા:1 કરોડના ખર્ચે 100 બેડની હોસ્પિટલ, રોજનો 1 લાખ ખર્ચ

નવસારી3 મહિનો પહેલાલેખક: ચંદ્રેશ પટેલ
  • કૉપી લિંક
  • નમો કોવિડ કેર સેન્ટર ઉભું કરવા દાતાઓ વરસ્યાં, હાલ 43 દર્દી સારવાર લે છે

નવસારી જિલ્લામાં કોરોના મહામારીને કારણે કેસની સંખ્યા વધી રહી છે. દર્દીઓની સંખ્યા કરતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. ઓક્સિજનની અછત, વેન્ટીલેટરની સુવિધાવાળા બેડની સુવિધાઓ સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં અછત સર્જાઈ છે ત્યારે નવસારીના સેવાભાવી ભૂરાભાઈ શાહ, મુકેશ અગ્રવાલ, જીગીશ શાહની ટીમે આઇસોલેશન હોસ્પિટલ બનાવવા માટે પુરુષાર્થ આદર્યો હતો. જેને અનામી દાતાઓએ પણ વખાણ્યો અને સુવિદ્યા માટે દાનની પહેલ કરી હતી. નવસારીમાં જયશંકર પાર્ટી પ્લોટ પાસે આવેલી એક ફેકટરીએ પોતાના મકાનનો સહયોગ આપ્યો હતો.

અગ્રવાલ કોલેજની ટીમ અને સામાજિક અગ્રણીઓની ટીમ આવીને 100 બેડની હોસ્પિટલ આઇસોલેશન માટે તૈયાર કરી છે. મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની સારવાર વચ્ચે 60થી વધુ દર્દીએ સારવાર લીધી છે. સાજા થયેલા દર્દીઓ આ હોસ્પિટલના સંચાલકોને આશિષ જરૂર આપતા જાય છે.

નવસારીમાં નવદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સીતાબેન શાહ અનાવલવાળા, એચ.દિપક મુંબઈ, એસએસ અગ્રવાલ કોલેજીસ, મહેન્દ્ર બ્રધર્સ જેવા દાતાઓની મદદથી હાલ લુન્સીકૂઈ રોડ પર નમો કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટર રૂ. 1 કરોડના માતબર ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં હાલ 41 દર્દી દાખલ છે. તેમને સવાર સાંજ ચા-નાસ્તો, જ્યુસ, ભોજનની સેવા ઉપરાંત યોગ અને સંગીતની થેરાપી પણ અપાઈ રહી છે.

24 કલાક ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત
નવસારીમાં આવેલ અગ્રવાલ નસિગ કોલેજ આચાર્ય ડો.આશિષ જૈનના માર્ગદર્શન હેઠળ નમો કોવિડ કેર સેન્ટરમાં 12 ફુલટાઇમ તબીબો, 35 નર્સિંગ સ્ટાફ સહિત 81 લોકોનો સ્ટાફ સેવા બજાવી રહ્યા છે. હાલ 100 બેડ કે જેમાં 50 ઓક્સિજન અને 50 આઇસોલેટેડ બેડની સુવિધા છે. ઓક્સિજન પાઈપની સુવિધા છે, જેમાંથી દર્દીઓ ઓક્સિજન મેળવી રહ્યા છે.

વિનામૂલ્યે સેવા આપતું નવસારીનું એક માત્ર કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરમાં બાયોપેપ મશીન, ઓક્સિજન કોન્સ્ટ્રેટર, 24 કલાક ઓક્સિજન મળી રહે તે માટે ઓક્સિજન પ્લાન્ટ પણ બનાવ્યો છે. દૈનિક રૂ. 1 લાખનો ખર્ચ માત્ર દાતાઓ જ ઉઠાવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં બીલ 4 થી 5 લાખનું આવે છે, જ્યારે અહીં માત્ર દાખલ થઈને વિનામૂલ્યે સારવાર અપાય છે. > મુકેશ અગ્રવાલ, ટ્રસ્ટી, એસ.એસ.અગ્રવાલ કોલેજ

​​​​​​​કોવિડ દર્દી સાથે એક સ્વજનને રહેવાની છૂટ
એકમાત્ર આઇસોલેશન સેન્ટર કે જ્યાં દર્દીઓની સાથે તેમના ઘરનું એક સ્વજનને રાખવાની પરવાનગી રાખવામાં આવે છે. તેમને પીપીઈ કીટ પહેરાવી દર્દી પાસે જવા દેવામાં આવે છે. ઉપરાંત દર્દીઓને વિનામૂલ્યે સહુ સેવા આપી માનવતા ધર્મ બજાવી રહ્યા છે. > જીગીશ શાહ, પ્રમુખ, નવસારી-વિજલપોર પાલિકા

અન્ય સમાચારો પણ છે...