તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અતૃપ્ત ધરા પર મેઘાની હેતવર્ષા:ચોમાસાના આગમનના 2 જ દિવસમાં સિઝનનો 10% વરસાદ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નગરપાલિકા શાકભાજી માર્કેટ - Divya Bhaskar
નગરપાલિકા શાકભાજી માર્કેટ
  • શુક્રવારે પણ નવસારી પંથકમાં પોણા ચાર ઈંચ વરસાદ પડતાં અનેક રહેણાંક વિસ્તારોમાં સતત બીજા દિવસે પાણી ભરાયા
  • પાલિકાની મુખ્ય શાકમાર્કેટ અને શોપિંગ સેન્ટરોમાં પાણી, વરસાદી પાણી ડ્રેનેજમાં જતા ડ્રેનેજ ફૂલ અને બેક મારતી 135 ફરિયાદ

નવસારી પંથકમાં ચોમાસાના આગમનના માત્ર બે જ દિવસમાં સિઝનનો 10 ટકા વરસાદ પડ્યો છે. શુક્રવારે સતત બીજા દિવસે પણ પોણા ચાર ઈંચ પાણી પડતા પાલિકાની શાકમાર્કેટ, શોપિંગ સેન્ટર સહિત રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા. નવસારી જલાલપોરમાં ગુરુવારે ચોમાસાના વિધિવત આગમનના પ્રથમ દિવસે જ પોણા ત્રણથી પોણા ચાર ઈંચ પાણી પડ્યું હતું. ગુરુવારે રાત્રે અને શુક્રવારે દિવસ દરમિયાન પણ વરસાદ જારી રહ્યો હતો. શુક્રવારે સાંજે પુરા થતા 24 કલાક દરમિયાન નવસારી અને જલાલપોરમાં વધુ પોણા ચાર-ચાર ઈંચ પાણી પડી ગયું હતું.

પાલિકા શાેપિંગ સેન્ટર પાછળનાે વિસ્તાર
પાલિકા શાેપિંગ સેન્ટર પાછળનાે વિસ્તાર
પ્રકાશ ટાેકીઝ ગરનાળા પાસે ઉભરાતી ડ્રેનેજ
પ્રકાશ ટાેકીઝ ગરનાળા પાસે ઉભરાતી ડ્રેનેજ

નવસારીમાં સિઝનનો સરેરાશ 68 ઈંચ વરસાદ પડે છે, જેથી બે દિવસમાં 6.75 ઈંચ પડી જતા સિઝનનો 10 ટકા પડી ગયો એમ કહેવાય. શુક્રવારે પણ વરસાદ પડતાં પાલિકાના શાકભાજી માર્કેટ, શોપિંગ સેન્ટર સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. સૌથી ખરાબ હાલત નવસારી-વિજલપોર વિસ્તારની ડ્રેનેજની થઈ ગઈ હતી. અનેક વરસાદી ગટર પુરાતા અને વરસાદી પાણી ડ્રેનેજોમાં જતા ઠેર ઠેર ડ્રેનેજ ફૂલ થઈ હતી અને અનેક જગ્યાએ ડ્રેનેજનું પાણી બેક પણ મારતું હતું. બે દિવસમાં નવસારી, વિજલપોરની 135 જેટલી ડ્રેનેજની ફરિયાદો તો પાલિકાને મળી હતી.

નવસારી જિલ્લાનો વરસાદ
તાલુકો24 કલાકમોસમનો કુલ
નવસારી93 મિ.મી.252 મિ.મી.
જલાલપોર93 મિ.મી.283 મિ.મી.
ગણદેવી80 મિ.મી.119 મિ.મી.
ચીખલી35 મિ.મી.66 મિ.મી.
વાંસદા13 મિ.મી.62 મિ.મી.
ખેરગામ58 મિ.મી.80 મિ.મી.
(ગુરૂવારે સાંજે 4 થી શુક્રવારે સાંજે 4 સુધીનો)

શહેરના આ વિસ્તારોમાં પાણી વધુ ભરાયા
શાંતાદેવી રોડ નજીકનો વિસ્તાર, પ્રકાશ ટોકીઝ વિસ્તાર, કોટન મિલ વિસ્તાર, શાકમાર્કેટ, ગ્રીડ વિસ્તાર, પાલિકાનો દુધીયા તળાવ શોપીંગ વિસ્તાર, સેન્ટર મંકોડીયા, ઘેલખડી શિવાનીપાર્ક વિસ્તાર, વિજલપોરના મારૂતિનગર, શિવાજી ચોક યોગીનગર, સૂર્યનગર, મેઘવાડ કોલોની, અમીધારા કોલોની વિસ્તાર, આશાપુરી રોડ, સહિતના વિસ્તારો.

આજે પણ વરસાદની આગાહી
ગુરૂવાર અને શુક્રવારે સારો વરસાદ પડ્યાં બાદ ભારતીય મોસમ વિભાગે 19મી જૂનને શનિવારે પણ નવસારી જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે.

શહેરભરમાં વરસાદી પાણી ડ્રેનેજમાં અને...
સામાન્યત: વરસાદનું પાણીના નિકાલ માટે વરસાદી ગટરની વ્યવસ્થા હોય છે. જેથી ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાનો પ્રશ્ન રહેતો નથી. પરંતુ નવસારી-વિજલપોર શહેરમાં વરસાદી પાણી વરસાદી ગટરની જગ્યાએ અનેક વિસ્તારોમાં ગંદા પાણીની ડ્રેનેજમાં જ જાય છે. એક તો ડ્રેનેજમાં ગંદુ પાણી હોય છે, સાથે વરસાદી પાણી પણ ત્યાંજ જતાં જ્યાં ને ત્યાં ડ્રેનેજ ઉભરાતી જાેવા મ‌‌‌‌ળે છે. જે સ્થિતિ છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે. ડ્રેનેજ ઉભરાતા અનેક ઘરોમાં ડ્રેનેજનું ગંદુ પાણી બેક (રિવર્સ) પણ મારે છે.

અન્ય સમાચારો પણ છે...