નવસારી પોલીસના જવાનો સવારે પરેડ માટે કૃષિ યુનિવર્સિટી નજીક આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર દરરોજ પરેડ માટે જાય છે. સોમવારે પણ સવારે તેઓ પોલીસની એમટી વાન (નં. GJ-21-G-0782)મા નવસારીથી પરેડ માટે નીકળ્યા હતા. સવારે 6.15 વાગ્યાના આસપાસ પોલીસ વાન એરૂથી દાંડીરોડ પર જતાં વેળા કાળા કપડાં પહેરેલ વ્યક્તિ જોગીંગ કરતો હતો પણ સવારના ઝાકળ અને અંધારાને પગલે આ વ્યક્તિને નજીક આવતા જોઈ ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે રસ્તાની જમણી બાજુ વાન ઉતરી પડી વૃક્ષ સાથે અટકી ગઈ હતી. તેમાં વાનમાં બેસેલા 10 પોલીસ જવાનને નાની-મોટી ઇજા થઇ હતી.
અચાનક બ્રેક મારતા વાન ઉતરી ગઇ
સવારે પોલીસકર્મી ભરેલી વાન દાંડીમાં પોલીસ પરેડ માટે જતી હતી ત્યારે ધુમ્મસ અને અંધારું હોય આગળ વોકિંગ માટે જતો માણસ જોઈ નહીં શકતા ડ્રાઈવર અંદાજ નહીં પામી શકતા નજીક આવી જતા અચાનક બ્રેક મારતા વાહન રસ્તાની બાજુમાં ઉતરી ગઇ હતી અને રસ્તામાં ઝાડ આવતા તે અટકી ગઇ હતી. ઝાડ નહીં હોય તો પલટી મારી જવાની સંભાવના હતી. જોકે તમામ જવાનોનો અદભુત ઉગારો થયો હતો. > એસ.આઈ.સબ્રાટા, પીઆઇ, નવસારી એમટી વિભાગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.