કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં બુધવારે કોવિડના નવા 10 કેસ નોંધાયા

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક દિવસો બાદ કેસ બે આંકડામાં
  • 9 કેસ તો વાંસદા​​​​​​​ અને ગણદેવી તાલુકાના

નવસારી જિલ્લામાં અનેક દિવસો બાદ કોરોનાના કેસો બુધવારે બે આંકમાં પહોંચ્યા હતા. નવા 10 પોઝિટિવ કેસ બહાર આવ્યાં હતા. જિલ્લામાં છેલ્લા કેટલાક કોરોના કેસોમાં ઘટાડો થયો છે અને 2થી 5 કેસ જ રોજ બહાર આવી રહ્યાં હતા. સપ્ટેમ્બરના 6 દિવસમાં 4 દિવસ તો માત્ર 2 કેસ જ નોંધાયા હતા. જોકે બુધવારે અનેક દિવસો બાદ વધારો થઈ બે આંકમાં કેસો બહાર આવ્યાં હતા.

વધુ 10 કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. જેમાં વાંસદા તાલુકામાં 4 અને ગણદેવી તાલુકામાં જ 5 કેસ તો નોંધાયા હતા. ચીખલી તાલુકામાં 1 કેસ બહાર આવ્યો હતો. વધુ 10 કેસની સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 12729 થઈ ગઈ છે. કોરોનાની સારવાર લેતા વધુ 2 દર્દી રિકવર થયા હતા, જેની સાથે જિલ્લાનો કુલ રિકવર આંક 12493 થઈ ગયો હતો. એક્ટિવ કેસની સંખ્યા વધીને 25 થઈ છે. જેમાં 4 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે, જ્યારે અન્ય 21 જણાં હોમ આઈસોલેશનમાં જ છે.

અન્ય સમાચારો પણ છે...