કાર્યવાહી:એંધલ હાઇવેથી 16 લાખના દારૂ સાથે 1 ઝબ્બે, 3 ફરાર

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એંધલ હાઇવે પર 28મી ઓપરેશન ગ્રુપ સુરત વિભાગના અ.હે.કો.યુવરાજસિંહ જુવાનસિંહ તથા અ.હે.કો. શક્તિસિંહ સુખદેવસિંહની સાથે નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. અહેકો શક્તિસિંહને ટ્રક (નં. NL-01-G-૦452)માં દમણથી ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ જઈ રહી હોવાની બાતમી મળી હતી.

પોલીસે બાતમીના આધારે એંધલ હાઇવેની ડિસન્ટ હોટલની સામે નાકાબંધી કરી હતી અને બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતા 240 પૂઠાંના બોક્ષમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની વ્હીસ્કી તથા ટીન બિયરની કુલ નંગ 6660 બોટલ કિંમત રૂ. 16.02 લાખ મળી આવી હતી. પોલીસે દારૂ સહિત ટ્રક કિંમત રૂ. 15 લાખ તથા મોબાઈલ રૂ. 3 હજાર તથા રોકડા 18720 મળી રૂ. 31.06 લાખનો મુદ્દામાલ સાથે ચાલક અર્જુનસિંહ સિંધુ (રહે.હડકો, કોઠા સિડકો, નાંદેડ, મહારાષ્ટ્ર)ની અટક કરી હતી. દારૂ ભરાવનાર નરેશ છાબડા (રહે. ગુડગાંવ હરિયાણા) તથા સરમુખ (રહે. અંબાલા, પંજાબ) તથા મુન્ના નામના શખસને પોલીસે વોન્ટેડ જાહેર કરી ગણદેવી પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...