તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચોખડમાં કેમિકલ વેસ્ટનો નાશ કરવા આવેલો 1 ઝબ્બે, 3 ફરાર

નવસારી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારીમાં આવેલા ચોખડ ગામે કેમિકલનો ઉપયોગ બાદ તેનો નાશ કરવા સુરતથી આવેલી બે ટ્રકના માલિકો પોલીસને જોતા ભાગી ગયા હતા. પોલીસે એક યુવાનની અટક કરી 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ગુના અટકાવવા સૂચના આપી હતી. રવિવારે પીએસઆઇ એન.ટી.પુરાણી, એએસઆઈ કિશોરભાઈ ગુલાબભાઈ, ભાવેશ જય મનલાલ, દિનેશભાઇ ફુલસિંગભાઇ, પો.કો. કલ્પેશકુમાર મોહનભાઇ સહિત પોલીસકર્મીઓ નવસારી જિલ્લામાં મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન પો.કો. કલ્પેશકુમાર મોહનભાઇને બાતમી મળી કે, ચોખડ ગામની સીમમાં ઝુબેરના ઇંટના ભઠ્ઠા પાસે ટ્રક (નં. GJ-05-AT-3042) તથા (નં. GJ-15-z-1477)માં શંકાસ્પદ કેમિકલના બેરલો ભરેલા છે. બાતમીના આધારે રેડ કરતા કેટલાક શખસો ભાગી ગયા હતા. જુનેદ સમશાદભાઇ પઠાણ (ઉ.વ. 20, રહે. લાજપોર, ઇદગાહ મહોલ્લો, તા.ચોર્યાસી, સુરત મૂળ રહે. યુપી) ઝડપાઈ ગયો હતો. તેણે પોલીસ પુછપરછ દરમિયાન તે તથા તેનો ભાઇ ઝુબેર વેસ્ટ કેમિકલ મંગાવી અત્રે નાશ કરતા હતા.

પોલીસે બે ટ્રક કિંમત રૂ. 10 લાખ, બાઈક (નં. GJ-05-SA-6580) કિંમત રૂ. 20 હજાર તથા 200 લિટરની કેપેસિટીવાળા ખાલી 130 બેરલ તથા કેમિકલ વેસ્ટ ભરેલા 28 બેરલ મળી કુલ –158 બેરલ કિંમત રૂ. 15800 તથા આરોપીનો મોબાઇલ રૂ.5 હજાર મળી કુલ રૂ. 10.40 લાખનો મુદ્દામાલ કબજે કરી 3ને ફરાર જાહેર કર્યા હતા. આ બાબતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એ.જી. પટેલે ફરિયાદ આપતા મરોલી પોલીસ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો