તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં 1 હજાર ટેસ્ટ એ હવે 1 જ પોઝિટિવ

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શનિવારે પણ એક જ કેસ નોંધાયો, એક્ટિવ કેસ 17 રહ્યાં

નવસારી જિલ્લામાં હાલ 940થી 1 હજાર ટેસ્ટ એ 1 જ કોવિડ પોઝિટિવ આવી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી કોવિડના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેસ્ટમાં તો ઘટાડો કરાયો નથી પણ કેસ ઘટી રહ્યાં છે. છેલ્લા 3 દિવસની સ્થિતિ જોઈએ તો ગુરૂવારે 956 ટેસ્ટમાં 1 પોઝિટિવ, શુક્રવારે 1006 ટેસ્ટમાં 1 પોઝિટિવ અને શનિવારે પણ 939 ટેસ્ટમાં માત્ર એક જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ અંદાજે 1 હજાર ટેસ્ટમાં એક જ કેસનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે.

શનિવારે પણ સરકારી ચોપડે એક જ કેસ નોંધાયો હતો. ગણદેવી તાલુકાના અમલસાડના 39 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેની સાથે કુલ કેસની સંખ્યા 7166 થઈ ગઈ હતી. કોરોનાની સારવાર લેતો 1 દર્દી રિકવર થયો હતો, જેની સાથે કુલ રિકવર સંખ્યા 6958 થઈ હતી. એક્ટિવ કેસ માત્ર 17 રહ્યાં હતા.જેમાં 12 જણા હોમ આઇસોલેશનમાં અને 5 જણા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જિલ્લામાં કુલ મૃત્યુ આંક 191 છે.

અન્ય સમાચારો પણ છે...