કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં બુધવારે વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસ 11 રહ્યા, કુલ કેસ 7227 થયા
  • અબ્રામાંમાં રહેતા વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ

નવસારી જિલ્લામાં બુધૂવારે કોરોનાનો 1 કેસ નોંધાયો હતો.જલાલપોર તાલુકાના અબ્રામામાં રહેતો 12 વર્ષીય વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વધુ એક કેસ સાથે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 7227 થઈ છે. જલાલપોર તાલુકાના અબ્રામામાં રહેતો અને નવસારીની જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરતા 12 વર્ષીય વિદ્યાર્થીનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો,જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે આ વિદ્યાર્થી સાથે ભણતા અન્ય વિદ્યાર્થીના પણ ટેસ્ટ કરાવાશે. આ વધુ 1 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7227 થઈ છે. ગુરૂવારે એક જ દિવસે 3 કોરોના દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 7023 થઈ છે.

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11 થઈ છે. જે કેસ છે તેમાં એક જ દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે,જયારે અન્ય 10 જણા હોમ આઇસોલેશનમાં જ છે. મહત્તમ દર્દીઓની સ્થિતિ સારી હોય હોમઆઈસોલેશનમાં જ રખાયા છે. અહીં ઉલ્લેખનિય છે કે છેલ્લા દોઢ મહિનામાં જે પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં અનેક વિદ્યાર્થીઓ પણ છે.ગુરુવારે વધુ 1 વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.હજુ સુધી 18 વર્ષથી ઓછી વયના બાળકોને રસી આપવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...