કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ કેસ 7255 થયા, એક્ટિવ કેસ 8
  • રવિવારે વધુ 4325 જણાને રસી અપાઇ

નવસારી જિલ્લામાં રવિવારે કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ નવો કેસ વાંસદા તાલુકાના ઝરી ગામમાં નોંધાયો હતો. જેની સાથે કુલ કેસોની સંખ્યા 7255 થઇ ગઇ છે. શનિવારે 4 કેસ નોંધાયા બાદ રવિવારે વાંસદા તાલુકાના ઝરી ગામે 42 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેની સાથે કુલ કેસોની સંખ્યા 7255 થઈ હતી. કુલ રિકવર સંખ્યા 7054 જ રહી હતી. જોકે એક્ટિવ કેસોની સંખ્યા વધી 8 થઈ હતી,જેમાં 3 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 5 જણા હોમ આઇસોલેશનમાં જ છે.

અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં કોરોનાની સારવાર લેતા કોઇ દર્દીનું મૃત્યુ સરકારી ચોપડે નોંધાયું નથી અને કુલ મૃત્યુ આંક 193 જ રહ્યો છે. રવિવારે પણ કોવિડ રસીકરણ જારી રહ્યું હતું. જોકે રસીકરણની સંખ્યા ઓછી રહી હતી. કુલ 4325 જણાને રસી અપાઈ હતી, જેમાં 4195 જણાએ બીજો ડોઝ અને માત્ર 130 જણાએ જ પહેલો ડોઝ લીધો હતો. તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 1406, જલાલપોરમાં 830, ગણદેવીમાં 686, ચીખલીમાં 701, ખેરગામમાં 230 અને વાંસદા તાલુકામાં 472 જણાએ રસી લીધી હતી. હાલ સુધીમાં સરકારી ચોપડે 18 વર્ષની ઉપરના લોકોનું 90 ટકાથી વધુનું પહેલા ડોઝનું અને 77 ટકાથી વધુનું બીજા ડોઝનું રસીકરણ થઈ ચૂક્યું છે.

રસીકરણ વધુ સંખ્યામાં પૂર્ણ થતાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ પણ ઘણા સમયથી ખૂબ જ ઘટી ગયા છે. બીજુ કે જે છૂટાછવાયા કેસો બહાર આવી રહ્યા છે. તે પણ ગંભીર નથી અને સાધારણ ચિહ્નવાળા જ છે અને હોમ આઇસોલેશનમાં જ રિકવર થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...