કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં બુધવારે કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ કેસ 7267એ પહોંચ્યો, એક્ટિવ કેસ 11 થયા

નવસારી જિલ્લામાં બુધવારે કોરોનાનો વધુ 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો,જેની સાથે કુલ કેસ 7267 થઈ ગયા છે. િલ્લામાં મંગળવારે કોવિડની ચકાસણી અર્થે 1312 સેમ્પલ લેવામાં આવ્યા હતા,જેમાંથી માત્ર એકનો જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ચીખલી તાલુકાના સમરોલીની 59 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

વધુ 1 કેસ સાથે કુલ કેસની સંખ્યા 7267 થઈ ગઈ છે. કોરોનાની સારવાર લેતો 1 દર્દી રિકવર પણ થયો હતો,જેની સાથે કુલ રિકવર સંખ્યા 7062 થઈ છે. એક્ટિવ કેસ 11 રહ્યા છે. જેમાં 1 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ,અન્ય 10 જણા હોમ આઇસોલેશનમાં છે. િજલ્લા આરોગ્ય િવભાગ દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા દોડધામ થઇ રહી છે. છતાં એકલ દોકલ કેસ આવી રહ્યાં છે.

વિસ્તાર પ્રમાણે કેસની સંખ્યા
જિલ્લામાં કોરોનાના જે 7267 કેસ નોંધાયા છે તેમ વિસ્તાર મુજબ સંખ્યા જોઈએ તો નવસારી ગ્રામ્યમાં 1057, નવસારી શહેરમાં 886, જલાલપોર તાલુકામાં 870, વિજલપોરમાં 342, ગણદેવી તાલુકામાં 1153, બીલીમોરમાં 263, ચીખલી તાલુકામાં 1630, ખેરગામ તાલુકામાં 304 અને વાંસદા તાલુકામાં 762 કેસ છે.

અન્ય સમાચારો પણ છે...