કોરોના સંક્રમણ:નવસારી જિલ્લામાં વધુ 1 કેસ, ગણદેવાનો યુવાન પોઝિટિવ

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કુલ કેસ 7204, એક્ટિવ 7 કેસ

બે દિવસ એક પણ કેસ ન નોંધાયા બાદ મંગળવારે નવસારી જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો હતો. ગણદેવી તાલુકાના ગણદેવા ગામના 21 વર્ષીય યુવાનને સાધારણ તાવ આવતો હતો,જેથી નજીકના ટાંકલ સીએચસીમા કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો,જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે તેની તબિયત વધુ ખરાબ ન હોય હોમ આઇસોલેશનમાં જ રખાયો છે. વધુ એક કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7204 થઈ ગયા છે. હાલ 7 એક્ટિવ કેસ છે,જે તમામ હોમ આઇસોલેશનમાં જ છે.

મંગળવારે 13441 ને રસી
જિલ્લામાં સોમવારે 12 હજારથી વધુને રસી અપાયા બાદ મંગળવારે સતત બીજા દિવસે પણ વધુ રસી અપાઈ હતી. મંગળવારે કુલ 13441જણાએ કોવિડ રસી લીધી હતી, જેમાં 2017 જણાએ પહેલો ડોઝ અને 11424 જણાએ બીજો ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...