હાલાકી:1 કાયદો, ત્રણ પોર્ટલ, મહિનાના અંતે વેપારીઓના ભાગેે આવે છે હાડમારી

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોલો લ્યો, GST રિટર્ન, ઇ-વે બિલ, ઇ-ઇન્વોઇસ અલગ અલગ
  • જાન્યુઆરીથી અમલી બનતા નવા કાયદામાં વેપારીઓને મુશ્કેલી

સેન્ટ્રલ એક્સાઇઝ, રાજ્યના વેચાણ વેરા જેવી સીસ્ટમ દૂર કરવાના હેતુથી સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાવ્યુ, અને કરદાતા માટે સરળીકરણનો વાયદો કર્યો હતો. પરંતુ બાબત તેની વિરૂધ્ધમાં બની રહી છે. જીએસટીની નવી નવી સીસ્ટમો અમલમાં આવતી જાય છે તેમે તેમ વેપારીઓ પોતાના કામ ધંધા ભૂલી અને આ સીસ્ટમની પાછળ દોડભાગ કરી રહ્યા છે. ત્રણ મહિના અગાઉ સરકાર દ્વારા 500 કરોડથી વધુનુ ટર્નઓવર ધરાવતા તમામ ઉદ્યોગકારોએ ઇ-ઇન્વોઇસ બનાવવાનું ફરજીયાત બનાવવામાં આવ્યુ હતુ. તેના માટે અલગ પોર્ટલની રચના પણ કરવામાં આવી છે.

હવે 1લી જાન્યુઆરીથી 100 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા તમામ ઉદ્યોગકારો, વેપારીઓએ ઇ-ઇન્વોઇસ બનાવવાના ફરજીયાત બની રહ્યા છે. વેપારીઓ હાલ જીએસટીના રિટર્ન, ઇ-વે બિલ બનાવવા માટેના અલગ અલગ પોર્ટલ પર કામ કરી રહ્યા છે, તેવામાં ઇ-ઇન્વોઇસિંગ માટેનું જુદુ પોર્ટલ તેઓના માટે આવી રહ્યું છે. એક કાયદો, એક સીસ્ટમની પ્રથા વિસરાઇ ગઇ છે, અને એક જ જીએસટીના કાયદામાં ત્રણ-ત્રણ પોર્ટલ લાગુ કરવામાં આવ્યા છે. આ ત્રણમાંથી કોઇક ને કોઇકને તો તકનીકી ખામીનો સામનો કરવો પડી જ રહ્યો હોય છે. 1લી જુલાઇ 2017ના રોજ અમલમાં આવેલા જીએસટીને કારણે શરૂઆતથી જ વેપારીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

42 મહિના બાદ પણ જીએસટીમાં અનેક પ્રકારના ફેરફાર સતત કરવામાં આવી રહ્યા છે, જેનાથી પરિચિત થવામાં વેપારીઓને નાકે દમ આવી જાય છે.ઇ-ઇન્વોઇસિંગ માટે ઇન્વોઇસ રજીસ્ટ્રેશન નંબર અને ક્યુ.આર. કોડ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી, જુદા સોફ્ટવેર મારફતે પ્રિન્ટ કાઢી ખરીદનારને ટ્રાન્સપોર્ટરને આપવાની છે. જો પોર્ટલ ડાઉન હોય તો વેપારીનો માલ રવાના થવાની પ્રક્રિયામાં ગાબડું પડી શકે છે.

બોગસ બિલિંગનું મૂળ રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે
42 મહિનાથી રાજ્યમાં જીએસટીના બોગસ બિલિંગના મૂળીયા સુધી પહોંચવામાં જીએસટી તંત્રનો પનો ટુંકો પડી રહ્યો છે. ભેજાબાજો મુખ્યત્વે અન્ય કોઇના દસ્તાવેજોના આધારે રજિસ્ટ્રેશન નંબર મેળવે છે. જીએસટી રજીસ્ટ્રેશન માટે જે પેઢીઓના દસ્તાવેજ રજૂ કરવામાં આવે છે તેની યોગ્ય સ્થળ ચકચસણી જ કરાઇ નથી. તેથી ખોટું થવાની શરૂઆત રજિસ્ટ્રેશનથી થાય છે.

અન્ય સમાચારો પણ છે...