અકસ્માત:આમડપોર અને મરોલી નજીક અકસ્માતમાં 1નું મોત, 1ને ઇજા

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં બે અકસ્માતમાં સાયકલ સવારને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા આધેડનું મોત થયું હતું. જ્યારે મહુવર મરોલી બજાર ખાતે રોડ ક્રોસ કરવા જતા બાઇક ટેમ્પાના પાછળના ભાગે અથડાઈ જતા ઇજા થઇ હતી.

નવસારીના આમડપોર ખાતે રહેતી લીલાબેન રાઠોડે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું કે, તેમના પતિ અશોકભાઈ મંગાભાઈ રાઠોડ ઉ.વ.54 તેમની સાથે રહેતા હતા. અશોકભાઈ તેમની સાયકલ લઈને તાં.13 નવેમ્બરના રોજ સાંજે પસાર થતા હતા, ત્યારે આમડપોર નજીક એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમની સાયકલને ટક્કર મારી હતી. જેથી સાયકલને ટક્કર મારતાં સવાર અશોકભાઈ રાઠોડને ગંભીર ઇજા થયા સ્થળ ઉપર જ મોત થયું હતું. ઘટનાં અંગે વધુ તપાસ પોસઈ પીવી પાટીલ કરી રહ્યા છે.

બીજી ઘટનામાં જલાલપોર તાલુકાના દાલકી ગામે રહેતા મોહસીન અયુબખાન પઠાણ તેમની બાઇક લઈને મહુવર મરોલી બજાર કોળી સમાજની વાડી પાસે મોડી સાંજે પસાર થતો હતો ત્યારે રસ્તો ક્રોસ કરવા જતાં પીક અપ નંબર GJ 05 BV 3699ના અજણાયા વાહન ચાલકે પાછળથી ટક્કર મારી હતી. જેથી વાહન ચાલક મોહસીન પઠાણને ઇજા થઇ હતી. પીક અપના ચાલક ઘટના બાદ ભાગી ગયો હતો. ઘટનાની વધુ તપાસ મરોલી પોલીસના હેકો વિપુલભાઈ માનસિંહ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...