તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેકાબૂ ડમ્પરે જીવ લીધો:નવસારીના બિલીમોરામાં બેકાબૂ ડમ્પરે બે શ્રમજીવીને અડફેટે લેતા 1નું મોત,1 ઇજાગ્રસ્ત

બિલીમોરાએક મહિનો પહેલા
  • કામેથી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે બેકાબૂ ડમ્પરે યુવકોને અડફેટે લીધા હતા

બિલીમોરાના ચિમોડિયા નાકા પાસેથી ગત મોડી સાંજે પગપાળા જતાં બે શ્રમજીવીને બેકાબૂ ડમ્પરે અડફેટે લીધા હતા. જેમાં એક શ્રમજીવીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક શ્રમજીવીને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના જાહેર માર્ગો પરથી પસાર થવું દિવસેને દિવસે જોખમી સાબિત થઇ રહ્યું હોય તેમ બિલીમોરાના ચિમોડિયા નાકા પાસે મોડી સાંજે રોજિંદુ કામ પૂરુ કરીને બે શ્રમજીવી પોતાના ઘરે પરત ફરી રહ્યાં હતા. મનોજ રાજુ પાવસ્કર અને વિનોદ દયાશંકર ગુપ્તા ઘરે આવી રહ્યા હતા, એ સમયે એક બેકાબૂ બનેલા ડમ્પરે આ બન્ને યુવકોને અડફેટે લીધા હતા. જેમાં મનોજનું ઘટનાસ્થળે મોત થયું હતું અને વિનોદને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

કાર્યવાહીની પ્રબળ માંગ
નવસારી જિલ્લામાં અનેક રેતી માફિયાઓના ડમ્પર જાહેર માર્ગો પર યમરાજના દૂત બનીને ફરી રહ્યા છે ત્યારે કેટલીવાર નિર્દોષ શહેરીજનો અકસ્માત ભોગ બનતા રહેશે જેને લઇને શહેરીજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ગુનેગારોને આ મામલે સજા થાય તેવી લોક લાગણી પ્રસરી છે.

મૃતકનું નામ
મનોજ રાજુ પાવસ્કર

ઇજાગ્રસ્તનું નામ
વિનોદ દયાશંકર ગુપ્તા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો