કોરોના અપડેટ:શનિવારે કોરોનાનો 1 કેસ, સોલધરાની મહિલા પોઝિટિવ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કુલ કેસ 7219, કુલ રિકવર 7016
  • એક્ટિવ કેસ 10, તમામ હોમ આઇસોલેશનમાં

નવસારી જિલ્લામાં શનિવારે કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.ચીખલી તાલુકાના સોલધરા ગામની 49 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ એક કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 7219 થઈ હતી. 1 દર્દી રિકવર થયો હતો,જેની સાથે કુલ રિકવર સંખ્યા 7016 થઈ હતી. એક્ટિવ કેસ 10 રહ્યા હતા.જેમાં કોઈ જ દર્દી હોસ્પિટલમાં નથી. તમામ 10 જણા હોમ આઇસોલેશનમાં જ છે.અહીં ઉલ્લેખનીય છે કે બીજી લહેર શાંત થયા બાદ જિલ્લામાં એક જ કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ સરકારી ચોપડે નોંધાયું છે.

વધુ 8013 ને કોવિડ રસી અપાઈ
1 દિવસ રસીકરણ બંધ રહ્યા બાદ નવસારી જિલ્લામાં શનિવારે 8013 જણાને રસી અપાઈ હતી,જેમાં 7272 જણાએ પહેલો ડોઝ અને 741 જણાએ બીજો ડોઝ લીધો હતો. તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 889, જલાલપોરમાં 1497, ગણદેવીમાં 1178, ચીખલીમાં 1908, ખેરગામમાં 420 અને વાંસદા તાલુકામાં 2121 જણાએ રસી લીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે 10 મીએ રસી કરણની બીજી મેગાડ્રાઈવ કરાયા બાદ રસીકરણની સંખ્યા ઘટી છે.

અન્ય સમાચારો પણ છે...