તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સબ-સ્ટેશન કાર્યરત થતા 11 ગામને વીજળીની સુવિધા મળશે

ખેરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનપાડામાં 66 kv સબ-સ્ટેશનનું લોકાર્પણ
  • ખેરગામમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરાયું

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સવારે જામનપાડા પહોંચી ત્યાં 11 જેટલા ગામોને વીજળીની વધુ સુવિધા ઉપલબ્ધ કરવા જામનપાડામાં બનાવાયેલાં વીજ કંપનીના સબસ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ સબ સ્ટેશન કાર્યરત થતાં આજુબાજુના અગિયાર જેટલા ગામના લોકોને ઘણી રાહત થશે. સબસ્ટેશનના લોકાર્પણ બાદ તેમણે બહેજ ગામે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીરના ઘરની મુલાકાત લઈ ખેરગામ રેફરલ હોસ્પિટલમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા દાનમાં અપાયેલા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજનની ભારે અછતને કારણે લોકોના મૃત્યુ થતા હોય સી.આર.પાટીલે અંગત રસ લઈ આ ઓક્સિજન પ્લાન્ટ ડોનેશન કરાવ્યો હતો. ઓક્સિજન પ્લાન્ટ શરૂ થવાને કારણે ખેરગામ કોવિડ કેર સમિતિના સભ્યોમાં ઉત્સાહ વર્તાયો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લા કલેકટર આદ્રા અગ્રવાલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, નવસારી જિ.પં. પ્રમુખ ભીખુભાઈ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, ખેરગામ તા.પં. પ્રમુખ રક્ષાબેન પટેલ, મામલતદાર નિરીલ મોદી, તાલુકા હેલ્થ ઓફિસર ભરત પટેલ, ખેરગામના આગેવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...